ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં હવે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા હાર્દિક પટલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. હાર્દિક પટેલને જવાબદારી સોંપાતા એવું લાગી રહ્યું છે કે, હવે કોંગ્રેસમાં યુવા નેતાઓને તક આપવામાં આવી રહી છે.
મહત્વની વાત એ છે કે, આ સિવાય કોંગ્રેસે ત્રણ જિલ્લા પ્રમુખોની પણ નિમણૂંક કરી છે, જેમાં મહેન્દ્રસિંહ એચ પરમારને આણંદના પ્રમુખ, ધારાસભ્ય આનંદ ચૌધરીને સુરતના અને યાસીન ગજ્જનને દેવભૂમિ દ્વારકાના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે, તે પૂર્વે હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામા આવી છે. જોકે, પ્રમુખ પદે અમિત ચાવડા યથાવત રહેશે. 26 વર્ષીય હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ બનતા પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સહિત કોંગ્રેસના નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી.
હાર્દિકને મોટી જવાબદારી, સુરત કોંગ્રેસના પ્રમુખ તરીકે કોની કરાઈ નિયુક્તિ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2020 08:53 AM (IST)
ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં હવે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા હાર્દિક પટલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી
- - - - - - - - - Advertisement - - - - - - - - -