Surat News: 10 વર્ષના લગ્નજીવન બાદ પતિએ પત્ની સામે દુષ્કર્મ કેસ દાખલ કરવા અદાલતમાં દાદ માગી ફરિયાદ નોંધાવી છે. પત્નીએ પોતાના પહલા લગ્ન છુપાવીને બીજા લગ્ન કરી બે સંતોનની માતા બાદ પતિને પહેલાં લગ્નની જાણ થઈ હતી. સમગ્ર ઘટના અંગે તપાસ કરાવતાં પોતાના લગ્ન બાદ થયેલાં બે સંતાનો પૌકી એક સંતાન કોઈ ત્રીજા વ્યક્તિનું હોવાનું ડીએનએ ટેસ્ટમાં બહાર આવતાં પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
વડોદરા શહેરમાં અને સમગ્ર દેશમાં કાર્યરત વડોદરાની સંસ્થા સેવ ઈન્ડિયા ફેમિલી ફાઉન્ડેશન દ્વારા પત્ની પીડિતા પુરુષોને ન્યાય અપાવવા કામગીરી કરવામાં આવે છે. પોલીસે યુવાનની ફરિયાદ ન સ્વીકારતાં તેમણે સંસ્થાની મદદથી અદાલતનું શરણું લીધું છે. 11 તારીખે કોર્ટમાં સુનાવણથી થવાની છે ત્યાર બાદ કોર્ટ આગળ શું કરવું તેનો નિર્ણય લેશે.
શું છે મામલો
ઘટનાની વિગત એવી છે કે સુરતમાં રહેતા 38 વર્ષીય યુવાનના લગ્ન નજીકના ગામની યુવતી સાથે થયા હતા. લગ્નના 10 વર્ષના દાંપત્ય જીવનમાં ચાર વર્ષ અગાઉ પતિને પત્નીના ચરિત્ર અંગે શંકા ગઈ હતી. જે બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતાં અનેક લોકો સાથેની વાતચીત મળી આવી હતી. પરિવાર દ્વારા સમગ્ર ઘટનામાં સમાધાનનો માર્ગ અપનાવી દાંપત્ય જીવન ટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સફળતા મળી નહોતી. આખરે યુવાન દ્વારા તપાસ કરાવતાં પત્નીના અગાઉ પણ એક લગ્ન થયા હોવાનું જાણા મળ્યું હતું. પત્નીના બીજા લગ્ન હોવાનું જાણવ થતાં યુવકે પોતાના 10 વર્ષના દાંપત્યમાં બે સંતાનો થયા હોવાથી તેમના ડીએનએ ટેસ્ટ કરાવ્યા હતા. જે અંગે એક સંતાન તેમનું ન હોવાનું સામે આવ્યું હતું. જેથી તેણે પત્નિ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવાનો નિર્ધાર કર્યો હતો.
10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમ ફરાર
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. માંગરોળ તાલુકાના એક ગામની GIDCમાં એક 10 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. માંગરોળ તાલુકના એક ગામમાં મિલ સામે ખુલ્લા ખેતરમાં પડાવ નાખી રહેતા પરિવારની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સગીરા હાલ પાંચ દિવસ પહેલાજ વતનથી પોતાના મોટા પિતાના ત્યાં રહેવા માટે આવી હતી. રાત્રીના સમયે અજાણ્યા ઇસમે સગીરાને ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. સગીરાને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ દુષ્કર્મની ઘટનાને લઈને શંકાસ્પદ આરોપીના સીસીટીવી સામે આવ્યા છે. આ દુષ્કર્મની ઘટનામાં આરોપી ત્યાં સામે આવેલી મિલમાં ટેમ્પો ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે. જોકે ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો છે. મોબાઈલ પણ સતત બંધ આવી રહ્યો છે. શંકાસ્પદ આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે.