સુરતઃ શહેરના ડીંડોલી પોલીસ વિસ્તારમાં યુવકની હત્યામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરતમાં મહિલાએ પ્રેમીની હત્યા કરાવા નાંખતા ચકચાર મચી ગઈ છે. મહિલાએ પ્રેમીને પોતાની બર્થડે પાર્ટીમાં બોલાવીને હત્યા કરાવી નાંખી હતી. પ્રેમીની હત્યા કરીને તેને આકસ્મિક મોતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, મહિલાને બે પુરુષો સાથે પ્રેમસંબંધ હતા. જેની હત્યા થઈ તેની સાથે ઘણાં લાંબા સમયથી પ્રેમસંબંધ હતા. જોકે, કોઈ બાબતે ઝઘડો થતાં મહિલાએ અન્ય પ્રેમીની મદદથી હત્યા કરી નાંખી હતી. તેમજ પોતાના બર્થડે પર બોલાવીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પ્રેમીને પોતાની બર્થડે પાર્ટીમાં બોલાવ્યો હતો. અહીં મહિલાએ પોતાના અન્ય પ્રેમી સાથએ મળી યુવકની ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખી હતી.
હત્યા પછી મહિલા અને તેના પ્રેમીએ હત્યાને આકસ્મિક મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ વ્યક્તિ પડી જતાં ઇજા પહોંચી હોવાનું નાટક કર્યું હતું. યુવકનું સારવાર દરમિયાન મોત થતાં ડીંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. દરમિયાન, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આધેડનું મોત ગળું દબાવવાથી થયું હોવાનો ખુલાસો થતા ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી હતી.
જોકે પોલીસે હોસ્પિટલે લઈ જનારની પૂછપરછ કરતાં તેણે કામ ઉપર ગયો હતો ત્યારે તેના સાસુએ તેને ફોન કરી બોલાવી મિત્ર ઘરમાં સ્લીપ થતા બેભાન થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. આથી તે મિત્રને સારવાર માટે લઇ ગયા હતા. આ પછી પોલીસે મહિલાની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. બંને પરિણીત હોવા છતાં લાંબા સમયથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. દરમિયાન કોઈ કારણોસર તેમની વચ્ચે ઝઘડો થતા મહિલાએ અન્ય પ્રેમી સાથે મળીને હત્યા કરી નાંખી હતી. તેમજ પ્રેમી પડી ગયો હોવાનું જુઠાણું ચલાવ્યું હતું.
ડિંડોલી પોલીસે મહિલાની અટકાયત કરી ઊલટતપાસ શરૂ કરી છે જોકે, મહિલા હત્યા ન કરી હોવાનું જણાવી રહી છે. પોલીસે મહિલાના અન્ય પ્રેમી શોધખોળ પણ શરૂ કરી છે.
સુરતમાં પરિણીતાને બે પુરુષો સાથે બંધાયા શારીરિક સંબંધ, બંને પ્રેમીને બોલાવ્યા બર્થ ડે પાર્ટીમાં ને પછી શું થયું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jun 2020 01:01 PM (IST)
મહિલાએ પ્રેમીને પોતાની બર્થડે પાર્ટીમાં બોલાવીને હત્યા કરાવી નાંખી હતી. અહીં મહિલાએ પોતાના અન્ય પ્રેમી સાથએ મળી યુવકની ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -