Tapi Riverfront Project: અમદાવાદની સાબરમતી નદી કાંઠે બનાવવામાં આવેલ રિવરફ્રન્ટ આજે સમગ્ર રાજ્યમાં જાણીતો છે. આ રિવરફ્રન્ટમાં અનેક પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવે છે. તો બીજી તરફ હવે તાપી નદી કાંઠે રિવરફ્રન્ટ બનાવવાની તૈયારીએ શરુ કરવામાં આવી છે. તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે લોન આપવા વર્લ્ડબેંક તૈયાર થઈ છે. જો કે, લોન આપવા માટે વર્લ્ડ બેંક દ્વારા કેટલીક શરતો મુકવામાં આવી છે. આ માટે 11 પ્રકારના સ્ટડી રિપોર્ટ અને તારણો રજૂ કરવાના રહેશે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટમાં પ્રથમ તબક્કામાં 2000 કરોડ રૂપિયાનો ખર્ચ થનાર છે. 2000 કરોડ પૈકી 1400 કરોડની લોન વર્લ્ડ બેંક આપશે. પાલિકા દ્વારા 2000 કરોડ પૈકી 30% કામના ટેન્ડર બહાર પડાયા બાદ જ વર્લ્ડબેંક લોન આપશે. આ ઉપરાંત પાલિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાના કન્સલ્ટન્ટની પણ નિમણુંક કરવી પડશે.
રાજ્યમાં ભૂમાફિયાઓની નથી ખેર
ગાંધીનગરઃ રાજ્યમાં ભૂમાફિયાઓએ સરકારી કિંમતી જમીનો પર દબાણ કર્યું હોવાના એક પછી અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે. સરકારી ખુલી જમીનો પર ગેરકાયદેસર દબાણોનું પ્રમાણ વધી રહ્યુ હોવાનો મહેસૂલ વિભાગના એક પરિપત્રથી ખુલાસો થયો છે. મહેસૂલ વિભાગે ગઈકાલે જાહેર કરેલ પરિપત્રમાં આ પ્રકારનું દબાણ હટાવવા તેમજ નવુ દબાણ ન થાય તેનું ધ્યાન રાખવા મહેસૂલ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી છે.
દબાણો મુદ્દે કામગીરી નિભાવવામાં નિષ્ફળ રહેલા મહેસૂલી કર્મચારીઓ અને અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવા સામે શિસ્તવિષયક પગલા ભરવાની પણ સૂચના અપાઈ છે. જ્યાં જ્યાં ગેરકાયદે દબાણો હોય તેને હટાવવાની કામગીરી કરવાના આદેશો અપાયા છે. ગેરકાયદેસર દબાણો કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. સાથે જે તે વિસ્તારોની ખુલી જમીનોની વીડિયોગ્રાફી કરાવી તેમજ ત્યાર બાદ કોઈપણ પ્રકારનું દબાણ ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું જણાવ્યું છે. સાથે જ સરકારી જમીનો પર જ્યાં ઔદ્યોગિક કે કોમર્શિયલ દબાણો થયુ હોય ત્યાં લાઈટ, પીવાના પાણી અને ગટરના જોડાણ ન મળે તેવી પાક્કી વ્યવસ્થા કરવા અધિકારીઓને આદેશ આપવા કલેક્ટરોને સૂચના અપાઈ છે.
આ પણ વાંચો...