Surat: ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ પકડાયાની ઘટના સામે આવી છે તેના પરથી સ્પષ્ટ છે કે ગુજરતનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. ત્યારે હવે સુરતમાંથી યુવાધન નશાના રવાડે ચડ્યા હોવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ચાલુ સીટી બસમાં યુવાધન નશો કરતા જોવા મળ્યા છે. સોસીયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


વાયરલ વિડીયોમાં કિશોર સહિત બે શખ્સો નશીલા પદાર્થનું કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. મનપા સંચાલિત બ્લ્યુ સીટી બસમાં નશો કરતા યુવાનો મોબાઈલમાં કેદ થઈ ગયા છે. બસમાં સવાર અન્ય મુસાફર દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હોવાનું માલુમ પડે છે.


સુરતમાં સોશીયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં સગીર સહિત બંને શખ્સો ફેવી બોન્ડનો નશો કરતા હોવાનું અનુમાન છે. શહેરમાં યુવાપેઢી નશાના રવાડે ચઢી છે ત્યારે આ વાયરલ વિડીયો પોલીસ માટે તપાસનો વિષય છે.


Surat: સુરતમાંથી દોઢ લાખના ડ્રગ્સ સાથે ડ્રગ્સ પેડલર પકડાયો, જાણો કયુ મોંઘુ ડ્રગ્સ વેચતો હતો ?


Surat: ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા હોય એવી પરિસ્થિતિ હાલમાં લાગી રહી છે. અમદાવાદ અને અન્ય સ્થળો બાદ ડ્રગ્સ અને ગાંજાની હેરાફારીની ઘટનાઓ બાદ હવે સુરતમાંથી વધુ એકવાર ડ્રગ્સની લે-વેચ સામે આવી છે. પોલીસે આજે સુરતમાંથી એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે, જેની પાસેથી મેફેડ્રૉન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. માહિતી પ્રમાણે, સુરતમાંથી રાંદેર પોલીસે મોટી કાર્યવાહી કરતાં એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. પોલીસે સુરતમાંથી મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થાનો પકડી પાડ્યો છે. આ કાર્યવાહીમાં M.D ડ્રગ્સ સાથે પોલીસે એક શખ્સને પકડી પાડ્યો છે, પોલીસ દોઢ લાખનું 14 ગ્રામ જેટલુ ડ્રગ્સ પણ કબજે કર્યુ છે. પોલીસે આ મામલામાં ફરહાન નામના ડ્રગ્સ પેડલરની અટકાયત કરી છે.


 ‘પાકિસ્તાન ચલાવે છે વિશ્વમાં ડ્રગ્સ રેકેટ....’ NCB એ મોટો ખુલાસો કરી કહી આ વાત


નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 'ઓપરેશન સમુદ્રગુપ્ત' હેઠળ ₹12,000 કરોડની કિંમતનું 2,500 કિલો ઉચ્ચ શુદ્ધતાનું મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું છે. આ કેસમાં NCBએ એક શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકની અટકાયત કરી છે.


એબીપી ન્યૂઝે NCB ચીફ સંજય સિંહ સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેણે ખુલાસો કર્યો છે કે પાકિસ્તાન આખી દુનિયામાં ડ્રગ રેકેટ ચલાવી રહ્યું છે. NCB ચીફે કહ્યું, અમને એવા ઘણા અહેવાલો મળી રહ્યા હતા કે પાકિસ્તાન અને ઈરાન દ્વારા સમગ્ર વિશ્વમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. આ માર્ગ દ્વારા ભારતમાં ડ્રગ્સ પણ આવી રહ્યું હતું, ત્યારબાદ ફેબ્રુઆરી 2022માં 'ઓપરેશન સમુદ્રગુપ્ત' શરૂ કરવામાં આવ્યું હતું. સંજય સિંહે જણાવ્યું કે અમને આ ઓપરેશનમાં પહેલી સફળતા ફેબ્રુઆરી મહિનામાં જ મળી હતી. તે દરમિયાન અમે 750 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ પછી અમે એક પછી એક અનેક કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા.