Russia Ukraine War: યુક્રેન પર રશિયાનો હુમલો સતત ચાલુ છે, હવે આ યુદ્ધને લગભગ 1 મહિનો થવાનો છે. આ દરમિયાન રશિયા પર દબાણ લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે યુક્રેન અને યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)માં સહયોગીઓએ માનવતાવાદી સંકટની સ્થિતિ પર રશિયા વિરુદ્ધ ઠરાવ રજૂ કર્યો. જેમાં તમામ સભ્ય દેશોએ મતદાન કર્યું હતું, પરંતુ ભારત ફરી એકવાર તેનાથી દૂર રહ્યું હતું.


 






દરખાસ્ત પસાર ન થઈ શકી


સંયુક્ત રાષ્ટ્ર મહાસભા વતી ફરી એકવાર યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાનું કહેવામાં આવ્યું હતું. UNGAમાં રજુ કરાયેલા ઠરાવ બાદ મોટાભાગના દેશોએ રશિયાની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, સાથે જ યુક્રેન પરના હુમલાનો વિરોધ કર્યો હતો. જો કે, ભારત સિવાય, અન્ય ઘણા દેશો હતા જે આ પ્રસ્તાવ પર મતદાન કરવાથી દૂર રહ્યા હતા. કુલ 38 દેશો એવા હતા જેમણે આ પ્રસ્તાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો. જ્યારે 140 દેશોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 5 દેશોએ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.




 


સંયુક્ત રાષ્ટ્રની 193 સભ્યોવાળી જનરલ એસેમ્બલીએ યુક્રેન પર તેનું 11મું કટોકટી વિશેષ સત્ર ફરી શરૂ કર્યું અને તેના સાથીઓએ "યુક્રેન પરના આક્રમણના માનવતાવાદી પરિણામો" પરના ડ્રાફ્ટ ઠરાવ પર મત આપ્યો. પરંતુ યુએનએસસીનો આ ઠરાવ પસાર કરવામાં નિષ્ફળ ગયો, કારણ કે તે તેના માટે જરૂરી 9 મત ન મેળવી શક્યું. તમને જણાવી દઈએ કે યુક્રેન પર રશિયન આક્રમણ પર ભારત આ પહેલા સુરક્ષા પરિષદમાં બે વખત અને મહાસભામાં એક વખત મહાસભામાં ઠરાવ પર વોટિંગમાં ગેરહાજર રહ્યું હતું.


ભારતે  આ વોટિંગથી દૂર રહેવાના નિર્ણય પર જવાબ પણ આપ્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે ભારતે આ પ્રસ્તાવને ટાળ્યો કારણ કે, આપણે દુશ્મનાવટનો અંત લાવવાની અને માનવતાવાદી સહાય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ દરખાસ્ત આ પડકારોનો સામનો કરવાના અમારા અભિગમ સાથે સંપૂર્ણપણે અસંગત છે.