વોશિંગટન: અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે 78 વર્ષના જો બાઇડેને આજે યૂએસ કેપિટલમાં શપથ લીધા હતા. જ્યારે  ભારતીય મૂળની કમલા હેરિસે ઉપ-રાષ્ટ્રપતિ પદના શપથ લીધા  હતા. અમેરિકાના ઇતિહાસમાં પહેલી જ વાર એક મહિલા(ભારતીય અમેરિકન કમલા હેરિસ)ને ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. 56 વર્ષના કમલા હેરિસ ભારતીય મૂળના પ્રથમ આફ્રીકન-અમેરિકન છે જેમને અમેરિકાના ઉપ પ્રમુખપદે બેસાડવામાં આવ્યા છે.

બાઈડેને રાષ્ટ્રપતિ પદના શપથ બાદ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે, સત્તા અને લાભ માટે ઘણા બધા જૂઠૂ બોલી ગયા. તેમણે કહ્યું કે, આપણે એકબીજાનો હાથ પકડવાની જરૂર છે. બાઈડેને કહ્યું હું તમામ અમેરિકીઓનો રાષ્ટ્રપતિ છું. આપણે સંવિધાન અને લોકતંત્રની રક્ષા કરવાનું છે.

જો બાઈડેનના અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ પીએમ મોદીએ તેમને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી.


જો બાઈડેનના શપથ ગ્રહણ સમારોહમાં  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા સહિત અનેક મોટી મોટી હસ્તીઓ પહોંચી હતી.



ડોનાલ્ડ ટ્રંપ બુધવારે બાઈડેનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા નથી.  ટ્રંપે પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે બાઈડેનના રાષ્ટ્રપતિ અને કમલા હેરિસના ઉપરાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ નહીં છે.

અમેરિકાને સુરક્ષિત અને ગૌરવશાળી બનાવી રાખવા માટે નવા પ્રશાસનની શુભકામનાઓ આપતા ટ્રંપે પોતાના વિદાય ભાષણમાં કહ્યું કે, અમેરિકાએ પોતાના વહેંચાયેલા મૂલ્યો માટે એક રહેવું પડશે અને એક લક્ષ્ય માટે સાથે મળીને કામ કરવું પડશે.
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ત્રણ નવેમ્બરે ચૂંટણી થઈ હતી. બાઈડન અને હેરિસનો 306 ઈલેક્ટોરલ કૉલેજ મત મળ્યા હતા, જ્યારે ટ્રંપ અને પેંસને ખાતમાં 232 ઈલેક્ટોરલ કૉલેજ વોટ આવ્યા હતા.