કોરોના સંક્રમણ વધતા નિયમો આકરા બનાવવામાં આવ્યાં છે. પરંતુ આ નિયમો માત્ર સામાન્ય લોકોને જ લાગુ પડતાં હોય તેમ નેતાઓ બેફામ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતાં જોવા મળે છે. જ્યારે સામાન્ય માણસને હજારોનો દંડ રોજે રોજ ફટકારવામાં આવી રહ્યો છે.
વડોદરામાં છેલ્લા 15 દિવસમાં 60 લાખ રૂપિયાથી વધુનો દંડ માસ્ક ન પહેરનારા વાહનચાલકો પાસેથી વસૂલવામાં આવ્યો છે. શહેરના રોડ રસ્તા પર પોલીસનો કાફલો કાર્યવાહી કરીને માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારી રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં 60 જેટલા વાહન ચાલકો સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
વડોદરામાં આજે કોરોનાના 135 કેસ નોંધાયા હતા અને 126 લોકો ડિસ્ચાર્જ થયા હતા. વડોદરામાં કોરોનાથી અત્યાર સુધીમાં 221 લોકોના મોત થઈ ચુક્યા છે અને 18 હજાર લોકો સંક્રમિત થયા છે.
IND v AUS: ત્રીજી વન ડેમાં ભારતનો 13 રનથી વિજય, આ રહ્યા જીતના કારણ
ગુજરાતમાં ભાજપના નેતાની ધરપકડ થાય તો તરત જામીન ન મળે તે માટે કઈ કલમ ઉમેરાઈ ? જાણો વિગત
દેશના આ મોટા રાજ્યમાં આગામી બે મહિનામાં આવી શકે છે કોરોનાની બીજી લહેર, રોજ સવા લાખ ટેસ્ટ કરવાની કરી ભલામણ, જાણો વિગત