વડોદરાઃ મધ્ય ગુજરાતના ફતેપુરા તાલુકાના એક ગામમાં સાત સંતાનોની માતાને નજીકના ગામમાં રહેતા પાંચ સંતાનોના પિતા સાથે સંબંધો બંધાયા હતા. બંને છૂપાઈને મળતાં હતાં પણ પછી એકબીજા વિના નહીં રહેવાય એવું લાગતાં બંને ઘેરથી ભાગી જતાં ચકચાર મચી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ફતેપુરા તાલુકાના એક ગામના યુવાનના વીસ વર્ષ અગાઉ સમાજના રિવાજ મુજબ લગ્ન થયાં હતાં. આ લગ્નજીવન દરમિયાન દંપતિને બે પુત્રો તથા પાંચ પુત્રીઓ થયાં હતાં. બંને સુખેથી રહેતાં હતાં ત્યાં આધેડ અવસ્થામાં આવેલી સાત સંતાનોની માતાને નજીકના ગામમાં રહેતા પાંચ સંતાનોના પિતા સાથે પ્રેમ થઈ ગયો અને સંબંધો બંધાયા. બંને ચોરીછૂપીથી મળીને રંગેરલિયાં મનાવતાં હતાં પણ પછી વિરહ ના સહેવાતાં આઘેડ વયે પહોંચેલા બંને પ્રેમીઓ ચોરી છૂપીથી ઘરબાર છોડી ઘર છોડી ભાગી ગયા છેં.
બંને પ્રેમીઓ હાલમાં અજ્ઞાાત સ્થળે જતા રહ્યા છે. તેઓ બંને પોતે ક્યાં અને કેવી રીતે રહે છે તેની પરિવારજનોને ખબર પડી નથી. આ અંગે બંને પરિવારે પોલીસને જાણ કરી છે. વર્ષો સુધી સજોડે ઘરસંસાર ચલાવ્યા બાદ દગો દઇ ગયેલી પરિણીતાના પતિએ પોતાની પત્નીને પરત મેળવવા માટે પોલીસમાં જાણ કરી છે. બીજી બાજુ પ્રેમાંધ બનેલા પાંચ સંતાનોના પિતાની પત્ની હાલ ખેતીવાડીમાં તથા પાંચ સંતાનોના ભરણપોષણ માટે પિયર જતી રહી છે.
વડોદરાઃ 7 સંતાનોની માતાને 5 સંતાનોના પિતા સાથે બંધાયા સંબંધ, ચોરીછૂપીથી મળીને મનાવતાં રંગરેલિયાં ને......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2020 11:03 AM (IST)
બંને છૂપાઈને મળતાં હતાં પણ પછી એકબીજા વિના નહીં રહેવાય એવું લાગતાં બંને ઘેરથી ભાગી જતાં ચકચાર મચી છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -