Vadodara News : વડોદરાના છાણી વિસ્તારમાં બોરવેલમાં બાળકી ખાબકતાં પરિવારજનોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા જો કે દુર્ભાગ્યવશ ભારે જહેમત બાદ પણ બાળકીને બચાવી ન શકાય.

Continues below advertisement


વડોદરાના છાણી વિસ્તારમાં બોરવેલમાં ત્રણ વર્ષની બાળકી ખાબકતા પરિવાજનો સહિત આસપાસના વિસ્તારમાં હડકંપ મચી હતી. બાળકી રમતાં રમતા બોરવેલમાં ખાબકી હતી. ઘટનાની બાદ તાબડતોબ ફાયર ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને બાળકીનું રેસ્ક્યુ હાથ ધર્યું છે. જો કે ભારે જહેમત બાદ તેમનો જીવ બચાવી શકાયો. ટપુ નામની બાળકીનું રેસ્ક્યુ કરાયા બાદ તેને સારવાર અર્થે એસ એસ.જી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જો કે ગંભીર ઇચ્છા થઇ હોવાથી સારવાર દરમિયાન જ તેમનું મોત થયું હતું. બાળકીના આકસ્મિક મોતથી પરિજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.