વડોદરાઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોલમાં નોકરી કરતા યુવકને અન્ય મોલમાં નોકરી કરતી યુવતી સાથે સંબંધ બંધાયા હતા. યુવકે પોતે પરણીત હોવા છતાં પ્રેમિકાથી વાત છૂપાવી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. એક સંતાનના પિતાએ એવા પ્રેમીએ પ્રેમિકાને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. જોકે, આ અંગે પત્નીને ખબર પડી જતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, પરણીત યુવકે અન્ય યુવતી સાથે લગ્નેત્તર સંબંધ બંધાતા પત્નીને ઓવરટાઇમ કરતો હોવાનું જણાવીને પ્રેમિકા સાથે મજા માણવા માટે જતો હતો. બંનેની નોકરી શિફ્ટ મુજબ હોવાથી યુવકે પત્ની અને પ્રેમિકા બંનેને અંધારામાં રાખીને સંબંધો રાખતો હતો. આ અંગે બંનેને કોઈ શંકા પણ ઉપજવા દીધી નહોતી.
પતિ દરરોજ ઓવરટાઇમનું બહાનું કાઢતો હોવાથી અંતે પત્નીને શંકા ગઈ હતી. કારણ કે, પતિ ઓવરટાઇમ કરતો હોવા છતા કોઈ વધારો દેખાતો નહોતો. આથી પત્નીએ પતિની નોકરીના સ્થળે તપસા કરતાં પતિના લફરાની જાણ થઈ ગઈ હતી. પરિણીતાએ પતિના પ્રેમિકાની ભાળ મેળવી તેની મુલાકાત કરી હતી અને બંનેએ યુવકને સબક શિખવવાનું નક્કી કર્યું હતું.
એટલું જ નહીં, પ્રેમિકાએ હવે પ્રેમી સાથે સંબંધ નહીં રાખે તેવી પરિણીતાને ખાતરી આપી હતી અને તેણે યુવકને આ અંગે જાણ કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને પ્રેમિકા સાથે ઝઘડો કરી બદનામ કરવાની ધમકી આપી હતી. તેમજ ફોન લઈને ભાગી ગયો હતો. જોકે, યુવતીએ મહિલા હેલ્પલાઇનની મદદ લેતા ટીમ યુવકને પકડી લાવી હતી. તેમજ તેને પોલીસને હવાલે કરવાનું કહેતા તેણે લેખિતામાં માફી પત્ર લખી આપ્યું હતું.
vadodara: યુવક ઓવરટાઈમનું બહાનું કાઢી પ્રેમિકા સાથે શરીર સુખ માણવા જતો, પગાર વધારે ના આવતાં પત્નિએ કરી તપાસ ને......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Feb 2021 10:12 AM (IST)
પરણીત યુવકે અન્ય યુવતી સાથે લગ્નેત્તર સંબંધ બંધાતા પત્નીને ઓવરટાઇમ કરતો હોવાનું જણાવીને પ્રેમિકા સાથે મજા માણવા માટે જતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -