Paneer Adulteration: વડોદરા ડેરી મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ એસોસિએશને શહેર બહારથી જોખમી પનીર આવતું હોવાનો આરોપ લગાવ્યા છે. અમદાવાદ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને એમપીમાંથી આવતું પનીર શહેર માટે જોખમકારક ગણાવ્યું છે અને એસોસિએશનના હોદ્દેદારોએ શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત પનીરના ગોરખધંધા ચાલી રહ્યા હોવાના આરોપ લગાવ્યા છે.


બહારથી આવતા પનીરને રોકવા માર્કેટમાં વેપારી અને ઉત્પાદકના હિતમાં ભાવને નિયંત્રણ કરવા એફ એ એસ એસ આઈ ના નિયમ નું પાલન થવું જરૂરી છે.


બહારથી આવતા પનીરમાં વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. ભેળસેળ યુક્ત પનીરનો જથ્થો કેટલાક હોટલ, રેસ્ટોરા, ધાબા અને લારીવાળા સસ્તા ભાવની લાલચે ગુણવત્તા સાથે સમાધાન કરતા હોવાનો દાવો કર્યો છે. શહેર જિલ્લામાં પ્રતિ દિન અંદાજે 10000 કિલો પનીરની ખપત થાય છે જેની સામે અંદાજે 3000 કિલો પનીરનું ઉત્પાદન થાય છે. એક કિલો પનીર માટે 7 લીટર દૂધની જરૂર પડે છે. માર્કેટમાં ભેળસેળ યુક્ત પનીર પ્રતિ કિલો 200 થી 210 રૂપિયાથી વેચાણ થયા છે. જ્યારે પ્યોર પનીર હોલસેલ ભાવમાં 280થી 300 રૂપિયા કિલો મળે છે. મલાઈ પનીર હોલસેલ માં 330 થી 350 નો ભાવે વેચાય છે અને અમૂલ પનીરના ભાવ 410 રુપિયા છે. જો કે ધારાસભ્ય કેયુર રોકડિયાએ શહેરમાં ભેળસેળયુક્ત પનીર આવતું હોય તો આરોગ્ય વિભાગ તરફથી તપાસ કરાવવાની ખાતરી આપી છે અને આ મુદ્દે સરકારને રજૂઆત કરવાની વાત કરી છે.



શુદ્ધ પનીર અને નકલી પનીર વચ્ચેનો તફાવત


શુદ્ધ પનીર મુલાયમ સપાટીવાળુ અને નરમ તેમજ રંગ એકદમ સફેદ હોય છે. તેની સપાટી મુલાયમ અને બારીક કણવાળી જણાશે. જો તેને મસળવામાં આવે તો તે ભૂકો થાય તે રીતે તૂટશે નહીં. તેની સુગંધ અને સ્વાદ પણ દૂધ જેવો જ આવશે. ​​​​​​​બનાવટી પનીર થોડું નક્કર અને રબર જેવું લાગે છે, રંગ સંપૂર્ણ સફેદ નથી હોતો, હલકો પીળો જેવો રંગ લાગે. ખાવાનો સોડા ઉમેરવાને કારણે તેને હળવું મસળવામાં આવે તો પણ ભૂકો થાય તે રીકે તૂટી જાય છે. તેની ગંધ પણ દૂધ જેવી નહીં પણ થોડી વિચિત્ર લાગશે. સ્વાદ થોડો અજૂગતો લાગશે. સલ્ફ્યુરિક એસિડને લીધે ક્યારેક ધુમાડા જેવી ગંધ પણ અનુભવી શકાય.


આ પણ વાંચોઃ


સુરતવાસીઓ પનીર ખાતા પહેલા સાવધાન! પનીર વેચતી આ 10 સંસ્થાઓના સેમ્પલ ફેલ, કોર્ટમાં દાખલ થશે કેસ