Atal Bridge Controversy: વડોદરા શહેરમાં આવેલો સૌથી લાંબો અટલ બ્રિજ ફરી એકવાર વિવાદમાં સપડાયો છે, 228 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજની સ્થિતિ હવે કથળી રહી છે, અને આને લઇને કૉન્ટ્રાક્ટરની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. 


વડોદરા શહેરમાં બનેલો આ સૌથી લાંબો અટલ બ્રિજ છે, આ અટલ બ્રિજ 3 કિલોમીટર લાંબો છે, જે ગેડા સર્કલથી શરૂ થઈ મનીષા ચાર રસ્તા સુધીનો છે. અત્યારે ગેડા સર્કલથી શરૂ થતા બ્રિજની સપોર્ટની દિવાલના બ્લૉક તોડી અને રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે. બ્રિજ અને સપૉર્ટની દિવાલ વચ્ચેની ગેપ ના રાખાતા દિવાલોમાં મોટી મોટી સતત તિરાડો પડી રહી છે, આ કારણે કૉન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો ઉઠ્યા છે, અને વિવાદ વધુ મોટો થયો છે. હાલમાં અહીં બ્રિજ પર સપોર્ટની દિવાલ અને બ્રિજની વચ્ચેના બ્લૉક તોડીને અને ગેપ રાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રિપેરિંગની કામગીરી હાલમાં ગેડા સર્કલથી શરૂ થતા બ્રિજ તરફ ચાલી રહી છે. ખાસ વાત છે કે, આ અટલ બ્રિજ 228 કરોડના ખર્ચે બનેલો છે અને આને 25 ડિસેમ્બરે જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, હવે સતત વિવાદોના ઘેરામાં આવી રહ્યો છે. આ બ્રિજના કૉન્ટ્રાક્ટરની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. કામગીરીમાં યોગ્ય ગુણવત્તા ના જળવાઈ હોવાથી આની આ જ રિપેરિંગની કામગીરી ફરીથી કરવામાં આવી રહી છે. 


 


Vadodara: ગુજરાતમાં એશિયાની સૌથી મોટી લેબોરેટરી ઊભી કરાય, ફૂડ સેમ્પલનો રિપોર્ટ હવે આવશે કલાકોમાં


વડોદરા: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વડોદરા ખાતેની નવનિર્મિત ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી લોકાર્પણ કર્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરી સહિત 82 કરોડના વિકાસના કામનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે કર્યું. વડોદરામાં 48 કરોડના ખર્ચે અત્યાધુનિક ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરી અને પંચમહાલ જિલ્લાના મોજરી ગામના આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું આ સાથે છોટા ઉદેપુર જિલ્લાની જનરલ હોસ્પિટલમાં 100 બેડ ફિલ્ડ હોસ્પિટલ ૪૨ બેડ પીડીયાટ્રીક 20 બેડ આઈસીયુ સહિતના લોકાર્પણના કામ કર્યા.


આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરીમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. દવાઓ સહિતના સેમ્પલોનું  તાત્કાલિક પરીક્ષણ થાય તે પ્રકારની એશિયાની સૌથી મોટી લેબોરેટરી ઊભી કરાય છે. વારે તહેવારે લેવાતા ફૂડ સેમ્પલોના 15 દિવસે પરિણામો આવતા હતા. જો કે, હવે તાત્કાલિક ફૂડ સેમ્પલોના ટેસ્ટિંગ પરિણામ આવે તે માટે અત્યાધુનિક ટેક્નિલોજીની જરૂર છે. જ્યાં પણ સેમ્પલ લેવાય અને કલાકોમાં એનું પરિણામ આવે તે પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. તહેવારોમાં લેવાતા ફૂડના સેમ્પલ જેના ટેસ્ટિંગ પરિણામ આવે તે પહેલા લોકો તે ખાદ્ય પદાર્થો ખાઈ ચૂક્યા હોય છે તે વાતનો આરોગ્ય મંત્રીએ સ્વીકાર કર્યો હતો.









હાલ વડોદરામાં આરોગ્ય વિભાગની 20 મોબાઈલ વાન સ્થળ ઉપર જ અમુક પ્રકારના પરીક્ષણ કરી તાત્કાલિક પરિણામ આપે છે. એસએસજી હોસ્પીટલમાં દર્દીઓનું ભોજન સ્વાન આરોગતા હતા તે મામલે તપાસના આદેશ અપાયા છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી થશે. આ ઉપરાંત સિક્યુરિટી સામે પણ કાર્યવાહી થશે. જોકે 1947 મા વડોદરામાં રજવાડા સમયે ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરી શરૂ કરાઈ હતી તેને અપડેટ કરાઈ છે. લેબ માં 12000થી વધુ ખોરાકના નમુનાનું પરીક્ષણ થશે