વડોદરાઃ ભાજપના ટોચના મહિલા નેતા અને વડોદરાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કરના પતિને બાજવા ગ્રામ પંચાયતના તલાટીએ નોટિસ ફટકારી છે. બાજવા ગામમાં ગેરકાયદે બાંધકામ કરતાં નોટિસ ફટકારી છે. ભરત ઠક્કરે બાજવાના ગાંધી રોડ પર મંજૂરી વગર દુકાનોનું બાંધકામ શરૂ કર્યું હતું.
આ જગ્યા યથાસ્થિતિમાં રાખવાનો કોર્ટનો આદેશ છતાં દુકાનો બંધાતી હતી. આથી બાજવા ગ્રામ પંચાયતના તલાટીએ ભરત ઠક્કરને નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે, ભરતભાઇ ઠક્કરની વડિલોપાર્જિત મિલકત બાબતે ભાઇઓ વચ્ચે વિવાદ સર્જાતાં હાઇકોર્ટમાં કેસ થયો છે. જે બાબતે કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે.
આમ છતાં આ મિલકતમાં આવેલી એક ચાલીનો કેટલોક ભાગ તોડીને તેમાં બાંધકામ શરૂ કરાતાં બાજવા ગ્રામ પંચાયતને જાણ કરાઇ હતી. આ અંગે જાણ થતાં જ બાજવા ગ્રામ પંચાયતના તલાટીએ ભરતભાઇ હિંમતભાઇ ઠક્કરને નોટિસ આપી કોર્ટની પરવાનગી વગર બાંધકામ નહીં કરવા તાકીદ કરી છે. કોર્ટે મિલકત વહેંચણીના કેસમાં યથાવત્ સ્થિતિ જાળવવા હુકમ કર્યો છે, જેથી જો આપ કોઇ પણ કાર્યવાહી કરશો તો તેના માટે સંપૂર્ણ જવાબદારી આપની રહેશે.
ગુજરાત ભાજપના કયા ટોચના મહિલા નેતાના પતિને કોણે ફટકારી નોટિસ? જાણો શું છે કેસ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Dec 2020 10:03 AM (IST)
ભરતભાઇ ઠક્કરની વડિલોપાર્જિત મિલકત બાબતે ભાઇઓ વચ્ચે વિવાદ સર્જાતાં હાઇકોર્ટમાં કેસ થયો છે. જે બાબતે કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -