દાહોદઃ દેવગઢ બારીયાના ભુવાલ ગામે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. 26 વર્ષિય યુવકની  તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પંહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


પત્નિ સાથે આડા સંબંધના વહેમમાં પતિએ યુવકને ગળાના ભાગે હથિયારથી ઘા મારી મોતને ઘાટ ઉતારી દિધો હતો. પોલીસે લાશનો કબજો મેળવી નજીકના દવાખાને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.આરોપીના ધરપકડના ચક્રોગતિમાન કરી દીધા છે.


ગામમાં જ રહેતા 26 વર્ષીય બુધાભાઈ મગનભાઈ પટેલને આરોપીએ ગળે હથિયાર ફેરવી દઈ ઘટના સ્થળ પર મોતને ઘાટ ઉતારી નાસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકના પિતા મગનભાઈ ભુરાભાઈ પટેલે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.