દાહોદઃ લીમખેડાના મંગલ મહુડી ગામે હાઇવે પર  વહેલી સવારે હીટ એન્ડ રનની ઘટના બની છે. શાકભાજી ભરેલી પીકઅપ ગાડી રસ્તા નજીક ઉભી હતી તે દરમિયાન એક ટ્રકે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે મહિલાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. 


ટ્રેકે ટક્કર મારતા પિકઅપ ગાડી પલટી ખાઈ રસ્તા નીચે પડી ગઈ હતી. ગાડીમાં બેઠેલા  7 લોકો ઘાયલ ૨ મહિલાના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ટ્રક ચાલક ટક્કર મારી ગાડી લઇ થયો ફરાર. ઘાયલો ૧૦૮ની મદદથી સારવાર માટે ખસેડાયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખાતે લઈ જવાયા.


રાજકોટમાં  ડ્રાઈવરે જેવો સેલ્ફ માર્યો તો એન્જિનના ભાગમાંથી તાત્કાલિક બસ સળગવા માંડી


રાજકોટઃ રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક સીટી બસમાં અગમ્ય કારણોસર આગ લાગી ગચીય ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ લેવામા આવી. કોઈ જાનહાનીના સમાચાર નહીં. બસ ઉભી હતી અને ડ્રાઈવરે જેવો સેલ્ફ માર્યો તો એન્જિનના ભાગમાંથી તાત્કાલિક બસ સળગવા માંડી. આસપાસમાં પડેલા બે બાઇક પણ સળગીને ખાક થઈ ગયા. ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક બૂજાવવામાં આવી. ડ્રાઇવરે કહ્યું તાત્કાલિક અમે નીચે ઉતરી ગયા અને બે મુસાફરો પણ નીચે ઉતારી દેવામાં આવ્યા. બસ પાસે આવેલો વીજ પોલ અને પીપળાનું ઝાડ પણ બળીને ખાખ થઇ ગયું.. આસપાસના વેપારીઓએ કહ્યું આગ ખૂબ જ ભયાનક હતી. ગણતરીની સેકન્ડોમાં આખી બસમાં આગ લાગી ગઈ.


સુરતમાં હજીરાના મોરા ગામમાં ખાનગી બસમાં લાગી આગ. આગમાં બસ બળીને થઈ ખાખ. પાર્ક કરેલી બસમાં આગ લાગતા જાનહાનિ ટળી. આગ લાગતા હજીરા ઇન્ડ્રસ્ટ્રી વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો. સ્થાનિક ઇન્ડસ્ટ્રી ફાયર અને સુરત ફાયર ઘટના સ્થળે પહોંચી આગને બુજાવી. આગ લાગવાનું કારણ અકબંધ  છે. 


Ahmedabad : એક્ટિવા લઈને જતાં દંપતીને ટ્રકે લીધા અડફેટે, મહિલાને કચડી નાંખતા મોત


અમદાવાદઃ શહેરના હાટકેશ્વરમાં ભાઈના ઘરે જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. દંપતી ભાઈના ઘરે જમીને વસ્ત્રાલ ખાતે ઘરે જતા હતા. ઘરે જતા સમયે અકસ્માત નડ્યો હતો. દિનેશભાઇ અને પત્ની સુશીલા બહેનને અકસ્માત નડ્યો હતો. દંપતી એચ.ડી.એફ.સી બેંકમાં નોકરી કરતા હતા. સુશીલા બહેનનું માથું ફૂટી જતા અને પેટના ભાગે ટ્રકનું ટાયર ફરી વળતા મોત નિપજયું. એક ઇકો કારને પણ ટ્રક ચાલકે પહોચાડ્યું નુકશાન. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધ્યો. જીજે1 DZ 4199 નંબરના ટ્રકના ચાલકની શોધખોળ હાથ ધરી છે. 


આ અકસ્માતની સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, દંપતી સામેથી એક્ટિવા લઈને આવે છે. દરમિયાન સામેથી એક ટ્રેક આવે છે અને વળાંક લે છે. આ સમયે મહિલાને ટ્રક કચડીને નીકળી જાય છે. એક્ટિવાને ટક્કર વાગતાં એક્ટિવા પડી જતાં પુરુષને ઇજા થાય છે અને પગમાં ઇજાના કારણે તેઓ ટ્રક પાછળ દોડી શકતા નથી. તેઓ અન્ય વાહન ચાલકોને ટ્રકે અકસ્માત કર્યો હોવાનું જણાવતા સીસીટીવીમાં દેખાય છે.