વડોદરાઃ કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલે હાલમાં ગુજરાતના પ્રવાસ પર છે. તેમણે વડોદરામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પાટીદારોને OBCમાં સમાવવામાં આવે તેવી માંગ કરું છું. તેણે રાજ્ય સરકારને અપીલ કરી હતી કે પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે. કોને ઓબીસીમાં લેવા અને કોને નહી તેનો અધિકાર રાજ્ય સરકારને અપાયો છે.


વધુમાં રામદાસ અઠાવલેએ કહ્યું કે, વડોદરામાં હું એવોર્ડ કાર્યક્રમ માટે આવ્યો છું. હું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઇને આવ્યો છું. ખૂબ ખૂબ મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અમેરિકામાં પણ આવું નથી. નરેન્દ્ર મોદીએ દેશની એકતાને મજબૂત કરવાનું કામ કર્યું છે. આજે નેશનલ સ્ટાર્ટ અપ દિવસ છે, ઉદ્યોગો વધ્યા છે. સ્ટાર્ટ અપ ઇન્ડિયાના માધ્યમથી બેરોજગારી ઓછી થઈ રહી છે. તેમણે કહ્યું કે દલિતોનું આરક્ષણ સરકાર હટાવશે આ વાત બકવાસ છે. વિરોધી દલ, કોંગ્રેસના લોકો આવી વાતો ફેલાવે છે. નરેન્દ્ર મોદી દલિતોના મિત્ર છે.


સાથે તેમણે કહ્યું કે પાંચ રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપ સત્તામાં આવશે. પંજાબમાં કોઇને બહુમત મળશે નહીં. પંજાબમાં અમરિંદર સિંહ અને ભાજપ સરકાર બનાવશે. ઉત્તરપ્રદેશમાં જેમણે પાર્ટી છોડી તેને નાટક કર્યું છે, જેનાથી કોઈ ફરક પડશે નહીં. ઉત્તર પ્રદેશમાં ભાજપ 300થી વધુ બેઠકો જીતશે.


IOCL Recruitment 2022: 12મું પાસ માટે બંપર વેકેંસી, અહીંયા કરો અરજી, મળશે તગડો પગાર


 


 


ગુજરાતમાં PSIની શારિરીક કસોટીમાં થયા એવા છબરડા કે જાણીને લાગી જશે આઘાત, જાણો સુધારો કરવા શું કરવું પડશે ?


 


શનિની મહાદશાથી આ રાશિના જાતકને મળશે આ વર્ષે મુક્તિ, જાણો કઇ-કઇ રાશિને મળશે સાડાસાતીથી મુક્તિ


 


Hottest Girl : અંગ પ્રદર્શન કરતી સાક્ષીની તસવીરોએ ફેન્સને કર્યા પાગલ, સુંદરતાના મામલે હીરોઇનોને પણ આપે છે ટક્કર


જ્યોતિષ: આપની કિસ્મત ચમકાવી શકે છે આ રાશિની યુવતી, આદર્શ પત્ની સાબિત થાય છે, તેના કારણે પતિનો ભાગ્યોદય થાય છે