ગોધરાઃ પંચમહાલ જિલ્લાની એક પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને કલંક લગાડનાર કિસ્સો સામે આવ્યો છે. શિક્ષિકાની એકલતાનો લાભ લઇ આચાર્યએ છેડતી કરી હતી અને અશ્લીલ માંગણી પણ કરી હતી. નોંધનીય છે કે, કોરોનાને લઈ 50 % સ્ટાફ જ શાળાએ આવતો હોય માત્ર આચાર્ય અને શિક્ષિકા એકલા જ શાળામાં હતા, ત્યારે આચાર્યે પોત પ્રકાશ્યું હતું.

ગોધરા તાલુકાની ભમરાના મુવાડા પ્રાથમિક શાળાની ઘટના છે. છેલ્લા એક વર્ષ જેટલા સમયથી આચાર્ય શિક્ષિકાની છેડતી કરતો અને ગંદા શબ્દોનો પ્રયોગ કરતો હતો. બળજબરી પૂર્વક શિક્ષિકા સામે મોબાઈલ રાખી અશ્લીલ વીડિયો બતાવતો હતો. શિક્ષિકાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પણ રજુઆત કરી હતી, પરંતુ ફરિયાદ ધ્યાને ન લેવાઈ.

આખરે શિક્ષિકા દ્વારા પોતાની જ શાળાના આચાર્ય વિરુદ્ધ કાકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગ્રામ્ય વિસ્તારની નાની શાળાઓ કે જ્યાં બે ત્રણ શિક્ષકો હોય કોરોનાને લઈ વિદ્યાર્થીઓની ગેરહાજરીમાં મહિલા કેટલી શિક્ષક સુરક્ષિત, તે મોટો સવાલ છે.