Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપે આ વખતે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપી નથી. જેના કારણે તેઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી ફોર્મ ભરતા પહેલા તેમણે પોતાના કાર્યાલયથી ભવ્ય રેલી યોજી હતી.


આ સમયે તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું, અધુરા વિકાસના કામો પૂર્ણ કરવા ચૂંટણી લડી રહ્યો છું. મારા કાર્યકર્તાઓના કહેવાથી ચૂંટણી લડવાનો છું. સી આર પાટીલે મનાવવાનો પ્રયત્ન કર્યો હતો, મેં કીધું છેલ્લી ટર્મ ચુંટણી લડવા દો પણ તેમણે વાત ન માની. હું ચૂંટણી લડવાનો, જીતવાનો અને કાર્યકર્તાઓ કહે તે કરીશ.


NCP એ આ બેઠક પરથી બદલ્યા ઉમદવાર


ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ સીટ પર એનસીપી સાથે ગઠબંધન કર્યુ હોવાથી ત્યાં પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા નથી. જેમાં એક બેઠક અમદાવાદની નરોડા છે. આ બેઠક પર એનસીપીએ ઉમેદવાર બદલ્યા છે. એનસીપીએ આ બેઠક મપર નિકુલસિંહ તોરમને ટિકિટ આપી હતી. પરંતુ છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની પાડી દીધી હતી. નિકુલસિંહ કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી NCPમાંથી ચૂંટણી લડવી હોય તો રાજીનામું આપવું પડે તેમ હોવાથી તેમણે ચૂંટણી જંગમાં નહીં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. NCP સિંધી સમાજના મેઘરાજ દોડવાણીને ચૂંટણી લડાવશે.


કોંગ્રેસે અડધી રાતે આ બેઠકના ઉમેદવાર બદલ્યા


ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે જ હાલોલ વિધાનસભા બેઠકનાં કોંગ્રેસ ઉમેદવાર બદલાયા છે. પંચમહાલના હાલોલ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાદ રાત્રે મેન્ડેટ બદલાયું હતું. કોંગ્રેસ દ્વારા ગઈકાલે ઉમેદવારની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી, અંતિમ યાદીમાં ગોધરાના માજી ધારાસભ્ય રાજેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી. રાજેન્દ્ર પટેલે ગોધરાથી ચૂંટણી લડવા પક્ષ સમક્ષ ઈચ્છા દર્શાવી હતી, જે પાર્ટીએ અવગણતાં રાજેન્દ્ર પટેલે હાલોલ થી ચૂંટણી લડવા ઈન્કાર કર્યો હતો. રાજેન્દ્ર પટેલે હાલોલથી ચૂંટણી લડવા ઇનકાર કરતા નવા ઉમેદવાર અનિશ બારીયાને કોંગ્રેસ દ્વારા મેન્ડેટ અપાયું છે.


ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે તેના ઉમેદવાર તરીકે નોમિનેટ કરી છે. ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડી રહેલા જાડેજાના પત્ની રીવાબાને જામનગર ઉત્તર વિધાનસભામાંથી ટિકિટ મળી છે. આ સંબંધમાં રીવાબાએ 14 નવેમ્બરે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, જે દરમિયાન તેણે એફિડેવિટ પણ ફાઈલ કરી હતી. એફિડેવિટમાં રીવાબા જાડેજાએ પોતાની મિલકતોની માહિતી આપી હતી.


દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ રીવાબા જાડેજા અઢળક સંપત્તિના માલિક છે. જાડેજા દંપતી પાસે 97 કરોડની સંપત્તિ છે, જેમાં કરોડો રૂપિયાની જમીન સાથેનું આલિશાન ઘર પણ સામેલ છે. રીવાબાએ જણાવ્યું કે તેની અને તેના પતિ પાસે એક કરોડ રૂપિયાના દાગીના છે. રવીન્દ્ર જાડેજા ભારતના એક મોટા ક્રિકેટર છે, ક્રિકેટ સિવાય તે ઘણી બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે જેમાંથી તે કમાણી કરે છે. રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2021-22માં 18.56 કરોડ રૂપિયાની કમાણી દર્શાવી હતી.


એફિડેવિટમાં રીવાબાએ જણાવ્યું છે કે તેમની અને તેમના પતિ રવિન્દ્ર જાડેજાની કુલ 97 કરોડની સંપત્તિ છે. રિવાબા પાસે 62.35 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે 37.43 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ સિવાય જો તેમની ફેમિલી મૂવેબલ પ્રોપર્ટીની વાત કરીએ તો તે 26.25 કરોડ રૂપિયા છે. રવિન્દ્ર જાડેજા પાસે 33 કરોડ 5 લાખ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિ છે. જેમાં ખેતીની જમીન, કોમર્શિયલ પ્લોટ, રહેણાંક પ્લોટ અને તેમના આલીશાન મકાનનો સમાવેશ થાય છે.  


ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પાસે પણ સોના, ચાંદી અને હીરાનો ખજાનો છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે રીવાબા પાસે 34.80 લાખ રૂપિયાના સોનાના ઘરેણા, 14.80 લાખ રૂપિયાના હીરા અને 8 લાખ રૂપિયાના ચાંદીના ઘરેણા છે. જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે 23.43 લાખની કિંમતના સોનાના દાગીના છે. આ સિવાય તેમની પાસે દોઢ કરોડ રૂપિયાની કિંમતના મોંઘા વાહનો છે. તમને જણાવી દઈએ કે 182 સભ્યોની ગુજરાત વિધાનસભા મા