વડોદરાઃ ગુજરાતના મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની શપથવિધિમાં હાજર રહેવાના છે. તેઓ વાયા વડોદરા થઈને યુપી જઈ રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાય રોડ વડોદરાના એક ગામમાં અચાનક સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચી ગયા હતા.  વડોદરાના નાના ગામ સુખીપુરાની સીએમએ સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. 




વડોદરા જિલ્લાની એક સેવા વસ્તીની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. તેમણે ગામના લોકો સાથે વાતચીત કરી હતી. તેમજ તેમને કોઈ સમસ્યા છે કે નહીં અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રી વડોદરા એરપોર્ટથી સીએમ યુપી રવાના થયા છે. 




ગુજરાતમાં કોંગ્રેસનું નવું માળખું જાહેર થતાં જ વિખવાદ, કયા 3 દિગ્ગજ નેતાને રઘુ શર્માએ મળવા બોલાવ્યા?
ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસમાં સંગઠનનું નવું માળખું જાહેર થતાં જ વિખવાદ શરૂ થયો છે. સંગઠન જાહેર થયા બાદની નારાજગી ખાળવા પ્રભારી મેદાને આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની નારાજગી સામે આવી છે. લલિત વસોયની નારાજગી ખાળવા રઘુ શર્માએ બોલાવ્યા. લલિત કગથરા અને કિરીટ પટેલને પણ પ્રભારીએ બોલાવ્યા. થોડીવારમાં પ્રભારી ત્રણેય નેતાઓ સાથે બેઠક કરશે.


ધારાસભ્ય લલિત વસોયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરી છે. વફાદાર રહેવાના સંસ્કારના કારણે ઘણું સહન કરવું પડે છે. જોકે, લલિત વસોયાની નારાજગી દૂર કરવા બે ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. લલિત કગથરા અને કિરીટ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.