વડોદરાઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ફરીથી કોરોનાએ માથું ઉંચક્યું છે. ત્યારે મહાનગરમાં ફરીથી એન્ટીજન કોરોના ટેસ્ટ માટેના ડોમ ઉભા કરી દેવામાં આવ્યા છે. ગઈ કાલે રાજ્યમાં કોરોનાના કેસોનો આંકડો ફરી એકવાર 400ને વટાવી ગયો હતો. ત્યારે હવે ભાજપના જ તાલુકા પંચાયતના ઉમેદવાર કોરોનાની ચપેટમાં આવી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
વડોદરામાં કરજણ તાલુકા પંચાયતના ભાજપના મહિલા ઉમેદવાર કોરોનામાં સપડાયા છે. મહિલા ઉમેદવાર કરમડી ગામના છે. તેમના પતિ અને અન્ય એક વ્યક્તિ કોરોના પોઝિટીવ આવ્યા છે. ભાજપના કરમડી ગામના તાલુકા ઉમેદવાર મહિલાને હોસ્પિટલમાં, જ્યારે તેમના પતિ અને અન્ય એક હોમ કોરાંટાઇન થયા છે.
ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ ભાજપના તાલુકા પંચાયતના ઉમેદવાર સહિત 3ને લાગ્યો કોરોનાનો ચેપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Feb 2021 10:11 AM (IST)
વડોદરામાં કરજણ તાલુકા પંચાયતના ભાજપના મહિલા ઉમેદવાર કોરોનામાં સપડાયા છે. મહિલા ઉમેદવાર કરમડી ગામના છે. તેમના પતિ અને અન્ય એક વ્યક્તિ કોરોના પોઝિટીવ આવ્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -