છોટાઉદેપુર : ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે પાવીજેતપુરના મામલતદાર પી.જી.નાયકનું કોરોનાથી નિધન થયું છે. મામલતદાર પી.જી.નાયકે ગોત્રી કોવિડ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. ત્રણ દિવસથી વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દાખલ હતા. જૂન મહિનામાં પી.જી.નાયક નિવૃત થવાના હતા. છ દિવસ પહેલા તેમની પત્નીનું પણ અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.




રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12955 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે.  રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી  વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7912 પર પહોંચી ગયો છે. 


 



રાજ્યમાં આજે 12995 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,77,391  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 48 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,48,124 પર પહોંચ્યો છે. જેમાંથી 792  લોકો વેન્ટિલેટર પર અને 147332 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.37 ટકા છે. 


 


ક્યાં કેટલા મોત થયા ? 


 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 22 , સુરત કોર્પોરેશન-8, રાજકોટ કોર્પોરેશમાં 10,   વડોદરા કોર્પોરેશન 8, મહેસાણા  2, જામનગર કોર્પોરેશમાં 9,   વડોદરા 5, સુરત 5,   જામનગર-5,  ભાવનગર કોર્પોરેશન 3,  પંચમહાલ -2, નવસારી-1, દાહોદ-1, સુરેન્દ્રનગર-2, જુનાગઢ-5, ગીર સોમનાથ-1, જુનાગઢ કોર્પોરેશન-4, મહીસાગર-2, ખેડા-2,  કચ્છ-3, રાજકોટ-6, આણંદ-1,  અમરેલી-1, બનાસકાંઠા-4, પાટણ-1, સાબરકાંઠા-5, અરવલ્લી-1, છોટા ઉદેપુર-1, વલસાડ-1, મોરબી-1, ભરુચ-2, નર્મદા-2, ભાવનગર-5, અમદાવાદ-1 અને બટાદમાં 1ના મોત સાથે કુલ 133 લોકોના મૃત્યુ થયા છે.


 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


 



આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4174 , સુરત કોર્પોરેશન-1168, વડોદરા કોર્પોરેશમાં 722,  મહેસાણા-525, જામનગર કોર્પોરેશન-398, રાજકોટ કોર્પોરેશન-391,  વડોદરા-385, જામનગર-339,  ભાવનગર કોર્પોરેશન 307, સુરત-298, પંચમહાલ -237, નવસારી-216, દાહોદ-198, સુરેન્દ્રનગર-195, જુનાગઢ-193, ગીર સોમનાથ-192, જુનાગઢ કોર્પોરેશન-189, મહીસાગર-188, ખેડા-180,  કચ્છ-173, રાજકોટ-170, ગાંધીનગર-158, આણંદ-157, અમરેલી-156, બનાસકાંઠા-156, પાટણ-154,  ગાંધીનગર કોર્પોરેશન- 148, સાબરકાંઠા-147, અરવલ્લી-124, છોટા ઉદેપુર-118, વલસાડ-118, તાપી-113, મોરબી-92, ભરુચ-91, નર્મદા-87, ભાવનગર-84, અમદાવાદ-74, દેવભૂમિ દ્વારકા-58, પોરબંદર-44, ડાંગ-20 અને બટાદમાં 18 કેસ સાથે  કુલ 12955  કેસ નોંધાયા છે.  


 


 


 


કેટલા લોકોએ લીધી રસી


 



વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,00,91,519 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 27,51,964  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,28,43,483 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 36,226 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 30,678 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 65,480 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.