વડોદરાઃ વડોદરામાં બિલ્ડરોની સંસ્થા ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલે વિકાસ ખોવાયો હોવાની પોસ્ટ કરીને ચર્ચા જગાવી હતી. આ મામલે ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે, ક્રેડાઈ પ્રમુખ મયંક પટેલ મૂળ કોંગ્રેસના છે પણ આ મયંક પટેલ કોણ છે તેમને હું ઓળખતો નથી.


રાજેન્દ્ર ત્રિવેદીએ આક્ષેપ કર્યો કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા અને પાટીદાર અનામત આંદોલન કરનારા હાર્દિક પટેલના બહેનના લગ્નની જવાબદારી મયંક પટેલે ઉઠાવી હતી. તેમની વાત પર બહુ ધ્યાન આપવા જેવું નથી.


ત્રિવેદીએ ગેંડા સર્કલના અધૂરા બ્રિજ મામલે નિવેદન આપ્યું કે, સરકારે નાણાં આપવાની ના પાડી નથી. અમે સરકાર પાસે વાત કરીને નાણાં અપાવીશું. સુરતમાં નીકળેલી હિજાબ રેલી મામલે નિવેદન આપ્યું કે, 6.5 કરોડ ની જનતા માં બે લોકો રેલી કાઢે તેને ધ્યાનમાં ન લેવું જોઈએ. 


ગુજરાતમાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યોનાં પત્તાં કાપીને ટિકિટ નહીં અપાય


ગુજરાતમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ મોટી જાહેરાત કરી છે. ડો. રઘુ શર્માએ એલાન કર્યું છે કે, ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખો ચૂંટણી નહિ લડી શકે. ડો.  શર્માએ કહ્યું કે, હાલના ધારાસભ્યો પૈકી તમામને ટિકિટ મળી જશે તેવું નથી અને જે ધારાસભ્યો જીતી શકે તેમ હશે તેમને જ રિપીટ કરવામાં આવશે.  


શર્માએ જાહેરાત કરી કે, કોંગ્રેસ જીતી શકે એવા ઉમેદવારો પર જ ધ્યાન કેન્દ્રિત કરશે અને જીતી ના શકે એવા ધારાસભ્યોનાં પત્તાં કપાશેય  કોંગ્રેસના સંગઠન અંગે પ્રભારી ડો. રઘુ શર્માએ કહ્યું કે, આ મહિનાના અંતમાં કોંગ્રેસનું સંગઠન માળખું જાહેર થઈ જશે અને નવા હોદ્દેદારો નિમી દેવામાં આવશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્મા શનિવારે સવારે 6 વાગે સાબરમતી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. 


 શર્મા આજે 11.30 વાગે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં આદિવાસી વિસ્તારની બેઠકો જીતવા થયેલા માટે થયેલા આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરવાની છે તથા હાલમાં કોવિડ ન્યાય યાત્રાનો બીજો તબક્કો ચાલી રહ્યો છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.


 


પાકિસ્તાનના 49 વર્ષના સાંસદે 18 વર્ષની સ્કૂલમાં ભણતી છોકરી સાથે નિકાહ પઢ્યાં, એક્ટ્રેસને તલ્લાક આપીને તરત લગ્ન કરી લીધાં...


Unique Health ID: આરોગ્ય સેતુ એપની મદદથી જનરેટ કરો ‘યૂનિક હેલ્થ ID નંબર’, આ રીતે જોઈ શકશો તમારો હેલ્થ રેકોર્ડ


Jaya Ekadashi 2022: જયા એકાદશીએ આ ઉપાય કરવાથી મળે છે વિશેષફળ, વિષ્ણુની સાથે લક્ષ્મીજીને આ રીતે કરો અભિષેક, ધનપ્રાપ્તિના બનશે યોગ


Jobs: આ યુનિવર્સિટીમાં લાઇબ્રેરિયન, સિનિયર આસિસ્ટન્ટ સહિત અનેક પદો પર નીકળી ભરતી, 12મું પાસ કરી શકે છે અરજી