વડોદરાઃ અમદાવાદ, વડોદરા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી થઈ રહી છે, ત્યારે વડોદરામાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. વડોદરાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસની આખી પેનલની જીત થઈ છે. ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સત્તીષ પટેલને હરાવીને આખી કોંગ્રેસની પેનલ વિજેતા બની છે.
કોંગ્રેસના અમિ રાવત, પુષ્પા વાઘેલા, જહા ભરવાડ અને હરેશ પટેલનો વિજય થયો છે. વડોદરામાં ભાજપે કોંગ્રેસ પાસેથી વોર્ડ 7માં બે બેઠકો આંચકી છે. વોર્ડ 7માં ભાજપના સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે. ભૂમિકા રાણાની ઉંમર માત્ર 22 વર્ષ છે.
વડોદરાના વોર્ડ 16માં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ છે. ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત થઈ છે. ભાજપે કોંગ્રેસની પેનલ તોડી, ભાજપ વોર્ડ 16 માં બે બેઠકો ઘણા વર્ષો બાદ જીતી છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવ 2692 મત થી જીત્યા, ચંદ્રકાંત શ્રીવાસ્તવ સતત 8 મી વાર જીત્યા છે.
Vadodara : કયા વોર્ડમાં ભાજપના દિગ્ગજ નેતાને પછાડી કોંગ્રેસની આખી પેનલની થઈ જીત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Feb 2021 11:03 AM (IST)
કોંગ્રેસના અમિ રાવત, પુષ્પા વાઘેલા, જહા ભરવાડ અને હરેશ પટેલનો વિજય થયો છે. વડોદરામાં ભાજપે કોંગ્રેસ પાસેથી વોર્ડ 7માં બે બેઠકો આંચકી છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -