વડોદરા: મહમ્મદ પયગંબર વિશે આપેલા વિવાદિત નિવેદન બાદ ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા મુસ્લિમ સમાજના નિશાને આવ્યા છે. દેશથી લઈને વિદેશમાં પણ તેમનો વિરોધ થઈ રહ્યો છે. તો બીજી તરફ આ વિરોધ વચ્ચે વડોદરામાં નૂપુર શર્માના સમર્થનમાં હિન્દુ સંગઠનો આવ્યા છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં ગઈકાલ રાત્રે હિન્દુ સંગઠનોએ નૂપુર શર્માના સમર્થનમાં દેખાવો કર્યા હતા. નૂપુર શર્મા હમ તુમ્હારે સાથ હૈ ના નારા પણ લગાવ્યા હતા. ભગવા ઝંડા લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જો કે પરિસ્થિતિ વણસે તે પહેલા આવતા પોલીસ પણ દોડતી થઈ હતી. નૂપુર શર્માના સમર્થનમાં આવેલા હિન્દુ સંગઠનોને પોલીસે સમજાવી રોડ પરથી હટાવ્યા હતા.


 



રાજકોટ: નૂપુર શર્માના નિવેદનને લઈને કવિ કુમાર વિશ્વાસે આપ્યું મોટું નિવેદન


રાજકોટ: બીજેપીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર વિશે આપેલા વિવાદિત નિવેદનને કારણે દેશના અનેક વિસ્તારોમાં હાલ વિરોધ ચાલી રહ્યો છે. જેને લઈને હિંસાના પણ બનાવો સામે આવ્યા છે. દેશની બદલેલી સ્થિતિને લઈને અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. આ કડીમાં હવે કવિ કુમાર વિશ્વાસનું નિવેદન પણ સામે આવ્યું છે. રાજકોટના મહેમાન બનેલા જાણીતા કવિ કુમાર વિશ્વાસે મંચ પરથી જાહેર જનતાને સંબોધન કર્યું હતું.


તેમણે કહ્યું, કોઈના ધર્મ કોઈની આસ્થાને ઠેસ પહોંચે તે પ્રકારે નિવેદન ન કરવું જોઈએ. જેમને પણ ટિપ્પણીઓ કરી છે હું તેમની સાથે નથી. ક્યારે બોલવું, કેવી રીતે બોલવું, કઈ જગ્યાએ બોલવું દરેકની એક રીત હોઈ છે. તમારા નિવેદનથી દેશનું નામ ગર્વથી લેવાવુ જોઈએ નહિ કે શર્મથી. નિવેદનથી કોઈની આસ્થાને ઠેસ પહોંચી હોઈ તો આપણા દેશમાં તેના માટે પણ એક કાનૂની પ્રક્રિયા છે. હાથમાં પથ્થર ઉઠાવવા વિરોધ પ્રદર્શિત કરવા તે અયોગ્ય છે. નોંધનિય છે કે, ગઈકાલે જુમ્માની નમાઝ બાદ દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળ્યા હતા. આજે પણ અનેક જગ્યાએ સ્થિતિ તંગ જોવા મળી રહી છે.









Prophet Muhammad Row: પયગંબર મોહમ્મદ (Prophet Muhammad) પર સસ્પેન્ડેડ ભાજપ નેતા નૂપુર શર્મા (Nupur Sharma) અને સસ્પેન્ડેડ નેતા નવિન જિંદાલ દ્વારા કરવામાં આવેલી ભડકાઉ ટિપ્પણીને વિરુદ્ધ આજે આખા દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. દિલ્હીની જામા મસ્જિદની બહાર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ, તો વળી યુપીના પ્રયાગરાજમાં તો સ્થિતિ બેકાબુ થઇ ગઇ. ઝારખંડના રાંચીમાં આ દરમિયાન હિંસા પણ થઇ, અને કેટલાય વાહનોને આગ લગાવવામાં આવી. કોલકત્તા, હૈદરાબાદ, મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ અને બિહારમાં પણ કેટલીય જગ્યાએ વિરોધ પ્રદર્શન થયુ.  


પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને લઇને દિલ્હીની જામા મસ્જિદની બહાર અને કેટલાય રાજ્યોમાં શુક્રવારે પ્રદર્શન થયુ. ઝારખંડમાં તો કેટલાક પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. તો જમ્મુમાં કેટલાય વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. યુપીના લખનઉમાં પણ જોરદાર પ્રદર્શન થયુ. ઉલ્લેખનીય છે કે, ભાજપ પેગમ્બર મોહમ્મદ વિશે વિવાદિત ટિપ્પણી કરનારા નેતાઓને સસ્પેન્ડ કરી ચૂકી છે.