વડાદરા હાઉસિંગ બોર્ડના મકાનો માટે ફોર્મ વિતરણથી આજથી શરૂઆત થઇ ગઇ છે. જો કે મહામારીના સમયમાં ફોર્મ વિતરણની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લાભાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મહામારીમાં સામાજિક અંતરનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.

વડોદરાના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો બનાવવાની જાહેરાત કરાઇ છે. વડોદરાના વારસિયા ખાતેના સંજયનગરના 1,842 મકાનો જર્જરિત થયા હોવાથી  4 વર્ષ પહેલાં જમીનદોસ્ત કરાયા હતા. નવા મકાન માટે આજથી ફોર્મ વિતરણની શરૂઆત થઇ છે. ફોર્મ વિતરણની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે.

જો કે મહામારીના સમયમાં ફોર્મ વિતરણની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લાભાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લાભાર્થીઓ વહેલી સવારે પાંચ વાગ્યાથી કતારમાં ઉભા હોવા છતાં પણ આઠ કલાક સુધી વારો ન આવ્યો હોવાની લાભાર્થીમાં  ફરિયાદ ઉઠી છે. પીએમ આવાસ યોજના અંતર્ગત  પાંચ લાખમાં એક રૂમ અને રસોડું આપવામાં આવશે. ફોર્મ વિતરણના પહેલા જ દિવસે જ મોટી સંખ્યામાં લોકો પહોંચતા ફોર્મ માટે પડાપડી થઇ રહી છે.