વડોદરાઃ શહેરના નાગરવાડામાં યુવતીને લવજેહાદમાં ફસાવવાનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. વિધર્મી ફૈઝલ ઘાંચીએ ઘી કાંટા રોડ પર યુવતીને આંતરી શારીરિક અડપલાં કર્યા છે. યુવતી આરોપીના તાબે ના થતાં મોઢા પર એસિડ નાખવાની ધમકી પણ આપી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, આરોપી ફૈઝલ ઘાંચીએ યુવતીને લગ્ન કરવા અને શારીરિક સંબંધ બાંધવા પણ અવાર નવાર ધમકીઓ આપી હતી. છેલ્લા એક વર્ષથી આરોપી ફૈઝલ યુવતીનો પીછો કરી હેરાન પરેશાન કરી રહ્યો હતો. આરોપીએ યુવતીના ફોન પર સતત મેસેજ કરી મારી નાખવાની ધમકી પણ આપી હતી. યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ફૈઝલ ઘાંચીની ધરપકડ કરી હતી.
વડોદરાઃ ફૈઝલે લગ્નની લાલચ આપીને યુવતી પાસે કરી શરીરસુખની માંગ ને પછી શું આપી ધમકી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jan 2021 10:41 AM (IST)
વિધર્મી ફૈઝલ ઘાંચીએ ઘી કાંટા રોડ પર યુવતીને આંતરી શારીરિક અડપલાં કર્યા છે. યુવતી આરોપીના તાબે ના થતાં મોઢા પર એસિડ નાખવાની ધમકી પણ આપી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -