નર્મદાના કાંઠા વિસ્તારોના ગામો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં નર્મદા ડેમની જળ સપાટી 133.30 મીટરે સ્થિર છે. ઉપરવાસમાંથી હાલ 4 લાખ 19 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે અને અંદાજીત 8 લાખ ક્યુસેક પાણીનો ધટાડો નોંધાયો છે. નર્મદા ડેમમાંથી પાણી ઓછી માત્રામાં છોડાતા નર્મદા નદીમાં પુરની સ્થિતિ પર નિયંત્રણ આવશે.


જોકે હાલ તો ડેમના 23 દરવાજામાંથી 2 લાખ 66 હજાર કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે અને ભરૂચમાં નર્મદા નદીની સપાટી 34.27 ફૂટે પહોંચી છે. નર્મદા ડેમમાં 4093.30 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે અને RBPHના 6 ટર્બાઇન ચાલુ છે. CHPHના 3 ટર્બાઇન ચાલુ છે. વોજળી ઉતપન્ન હાલ થઈ રહ્યું છે.

છેલ્લા ત્રણ દિવસથી નર્મદા ડેમના 23 દરવાજા ખોલાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીના પાણી કાંઠાના ગામોમાં ઘૂસી જતાં લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો જ્યારે એ તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જોકે હાલ રાહતના સમાચાર આવ્યા છે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં નર્મદા ડેમની જળ સપાટી 133.30 મીટરે સ્થિર છે. ઉપરવાસમાંથી હાલ 4 લાખ 19 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.