વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે વડોદરા માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી નવા આવી રહેલા કેસો સામે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ગઈ કાલે 17મી જુલાઇએ જિલ્લામાં કુલ 77 કેસ નોંધાયા હતા. જેની સામે 87 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગત 16મી જુલાઇએ વડોદરા જિલ્લામાં કુલ 74 કેસ નોંધાયા હતા. જેની સામે 166 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, 16મીએ સામે આવેલા કેસો કરતાં વધુ 92 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ ગત 15મી જુલાઇએ વડોદરા જિલ્લામાં કુલ 77 કેસ નોંધાયા હતા. જેની સામે 138 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, 15મીએ નોંધાયેલા કેસ કરતાં વધુ 61 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. છેલ્લા એક અઠવાડિયામાં 525 કેસ નોંધાયા છે. જેની સામે 654 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
તારીખ કેસ ડિસ્ચાર્જ
17-07-2020 77 87
16-07-2020 74 166
15-07-2020 77 138
14-07-2020 76 62
13-07-2020 74 102
12-07-2020 75 31
11-07-2020 72 68
કુલ 525 654