શહેરાઃ પંચમહાલ જિલ્લામાં એક યુવતીએ કૂવામાં ઝંપલાવી દેતા નાના એવા ગામમાં ચકચાર મચી ગઈ હતી. શહેરાના તરસંગ ગામે ચૂંટણીની અદાવતે ભાજપ - કોંગ્રેસના સમર્થકો વચ્ચે તકરાર થઈ હતી. તરસંગ તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહેલા મહિલા ઉમેદવારના સમર્થનમાં પ્રચાર માટે યુવતીના જતી હતી. આ મુદ્દે યુવતીના પરિવારજનો સાથે ભાજપના કાર્યકરોએ તકરાર કરી હતી.
આ તકરારમાં ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના કાર્યકરોને બીભત્સ ગાળો તેમજ જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી હોવાના આરોપ લાગ્યો છે. આ મુદ્દે યુવતીને લાગી આવતા યુવતીએ કૂવામાં ઝંપલાવ્યું હતું. જોકે, સમય સુચકતા વાપરી ગ્રામજનોએ યુવતીને કુવામાંથી બહાર કાઢી સારવાર માટે ગોધરા ખસેડી હતી.
સમગ્ર તકરાર તેમજ આત્મહત્યા માટે મજબૂર કરનાર ભાજપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાનોપીડિત યુવતીના પરિજનો તેમજ કોંગી મહિલા ઉમેદવાર આક્ષેપ કરી રહ્યા છે.
Panchmahal : ભાજપના કાર્યકરોએ એવું તે શું કર્યું કે કોંગ્રેસનો પ્રચાર કરી રહેલી યુવતીએ કૂવામાં ઝંપલાવ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Mar 2021 04:22 PM (IST)
તરસંગ તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહેલા મહિલા ઉમેદવારના સમર્થનમાં પ્રચાર માટે યુવતીના જતી હતી. આ મુદ્દે યુવતીના પરિવારજનો સાથે ભાજપના કાર્યકરોએ તકરાર કરી હતી.
તસવીરઃ યુવતીએ કૂવામાં ઝંપળાવ્યા પછી ગ્રામજનોએ બહાર કાઢી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -