હાલ પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે. જ્યાં શહીદ જવાનની પત્ની અંજના સાધુએ સોળે શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી હતી. નશ્વરદેહને જોઈને પત્ની ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી. આ ઉપરાંત અંતિમ દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.
ઉલ્લેખયની છે કે, મોડી રાત્રે શહીદ જવાન સંજય સાધુનો પાર્થિવદેહ વડોદરા એરપોર્ટ લવાયો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકો સંજય સાધુને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતાં. એરપોર્ટ પર જ બીએસએફ જવાનો દ્વારા શહીદવીરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
એરપોર્ટ ખાતે શહીદના પાર્થિવદેહને રાજ્ય સરકાર વતી રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે શ્રદ્ધાંજિલ અર્પી હતી. તેમજ સાંસદ, મેયર, પાલિકાના વિરોધપક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત વિવિધ રાજકીય આગેવાનો, કલેક્ટર અને પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ આપી હતી.