VADODARA : છોટાઉદેપુર પોલીસનાં જાપ્તામાંથી કુખ્યાત શાર્પ શૂટર એન્થોની ફરાર થઇ ગયો છે. આ ઘટના વડોદરામાં ઘટી છે. વડોદરાનાં સયાજીગંજ વિસ્તારની હોટલમાંથી એન્થોની ફરાર થઇ ગયો છે. છોટાઉદેપુર પોલીસ જાપ્તાનો સ્ટાફ ફરિયાદ કરવા રાવપુરા પોલીસ મથક પહોંચ્યો હતો. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હોટલને બદલે હોસ્પિટલમાંથી ભાગ્યો હોવાનું દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હોટલમાં રોકાયા બાદ બે મહિલાઓ એન્થોનીને મળવા આવી હતી. બે પૈકી એક મહિલા એન્થોની ની બહેન હોવાની શક્યતા છે. ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આરોપીએ બનાવ્યું પોતાનું જ ડેથ સર્ટિફિકેટ
ડ્રગ્સના કેસમાં દોષી ગુનેગારે જેલમાંથી પેરોલ પર છૂંટી ફરી જેલમાં ન જવું પડે એ માટે ગજબનો કીમિયો અપનાવ્યો છે. ઉપરની ઇમેજમાં જમણી બાજું એ વ્યક્તિ ઉભો છે, અને ડાભી બાજું તેનું જ ડેથ સર્ટિફિકેટ છે. જાણીને તમે પણ ચોંકી જશો, પણ આ ભેજાબાજ વડોદરા સાયબર ક્રાઇમના હાથે ઝડપાઇ ગયો છે.
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનામાં નોંધાયેલી છેતરપિંડીની એક ફરિયાદમાં શંકાસ્પદ શખ્સની તપાસ કરતા તેની પાસે મોબાઇલ મળી આવ્યો હતો. જેમાં અભિષેક આઝાદ જૈન નામના વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ હતું. આ સર્ટિફિકેટ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ સર્ટિફિકેટ નકલી છે. જેથી અભિષેક જૈન અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ડ્રગ્સના કેસમાં દોષિત હતો અને તેને મધ્યપ્રદેશની કોર્ટે 12 વર્ષની જેલની સજા ફટકારી હતી.
ગુણાતીત સ્વામીએ આપઘાત નથી કર્યો, એમની હત્યા થઇ છે : આક્ષેપ
હરિધામ સોખડામાં ગુણાતીત ચરણ સ્વામીના અપમૃત્યુ બાદ અનેક સવાલો ઉભા થયા છે. પોલીસ તાપસમાં સામે આવ્યું છે કે ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હતી. જો કે ત્યાર બાદ પણ પોલીસે હરિધામ સોખડામાં ગુણાતીત સ્વામીની નજીકના ગણાતા ત્રણ સાધુ-સંતોની પૂછપરછ કરી હતી. જો કે હવે આ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. હવે દાવો કરવામાં આવ્યો છે કે ગુણાતીત સ્વામીએ આપઘાત નથી કર્યો, એમની હત્યા કરવામાં આવી છે.
હરિધામ સોખડાના ગુણાતીત સ્વામીના આપઘાતને ઘણા દિવસો થયા છતાં પોલીસે કોઈ મજબૂત કાર્યવાહી કરી નથી એવા આક્ષેપ સાથે ગુણાતીત સ્વામીના સ્વજન તેમના પિતરાઈ ભાઈ હરસુખ ત્રાગડીયા વડોદરા જિલ્લા એસ.પી કચેરી પહોંચ્યા હતા અને એસ.પી સમક્ષ પુરાવા રજૂ કરી ન્યાય માટે અરજ કરી હતી. હરસુખ ત્રાગડીયાએ આરોપ લગાવતા કહ્યું કે ગુણાતીત સ્વામીને તેમના રૂમ પાટનર દ્વારા માનસિક ત્રાસ અપાતો હતો. આ સાથે જહરસુખ ત્રાગડીયાએ આક્ષેપ કર્યો કે ગુણાતીત સ્વામીએ આત્મહત્યા નથી કરી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. હરસુખ ત્રાગડીયાએ ગુનેગારોને પકડી કડક સજા કરવા માંગ કરી છે.