વિધાનસભાની ચૂંટણી 2022: આજે બીજેપીએ તેમની પહેલી યાદી જાહેર કરતા જ કેટલાક ઉમેદવારના પત્તા કપાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે જે ઉમેદવારોના પત્તા કપાયા છે તેમાં સૌથી ચર્ચિત ચહેરો મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયા વિધાનસભામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાતા તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે.
મળતી માહિતી પ્રમાણે દબંગ ધારાસભ્યને દબંગાઈ ભારે પડી છે. તમને જણાવી દઈએ કે, મધુ શ્રીવાસ્તવ છેલ્લા છ ટર્મથી વાઘોડિયા વિઘાનસભામા ચુંટાતા હતા. છેલ્લા પાંચ વર્ષમા ભ્રષ્ટાચાર, દબંગાઈ, વિવાદિત ટીપ્પણી, રોડ રસ્તા, ગટર, સિંચાઈ સમસ્યા,પિવાના પાણીની સમસ્યાથી પ્રજા જજુમી રહી હતી. કોરોનાકાળ અને પુરની પરિસ્થિતીમાં એકપણ દિવસ પ્રજાની ખબર નહિ લેતા ભારોભાર નારાજગી જોવા મળી હતી.
ઈમાનદાર TDO કાજલ આંબલીયાની બદલી કરાવતા સરપંચો પણ મધુ શ્રીવાસ્તવ વિરુધ્ધ ઊભા થયા હતા. સંગઠને આ વખતે ઊમેદવાર બદલવાની સતત માંગ કરી હતી. જીતવાનો છુ, લડવાનો છુ, ટિકીટ મારી જ પાક્કી છે તેવા નિવેદનો ભારે પડ્યા છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ જેવા સામાન્ય કાર્યકર્તાને ટિકીટ આપવામાં આવી છે. જેને લઈને ભાજપના કાર્યકરો અને સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેઓ ખીજાયા છે. ભાજપ સામે મોરચો માંડવા માટે સમર્થકોનો સહારો લઈ શકે છે. બે દિવસમા મધુ શ્રીવાસ્તવ નવાજુની કરે તેવા એંઘાણ છે. પક્ષમા છું, પક્ષમાં રહેવાનો છુ તેવુ રટણ રટનાર હવે પાર્ટી સામે થાય તો નવાઈ નહીં. તો બીજી તરફ મઘુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી ઊમેદવારી નોંઘાવે તેવા એંઘાણ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે આજે ઉમેદવારો જાહેર કર્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે આજે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને પણ ટિકિટ આપવામાં આવી છે. તેમને જામનગર ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે.
ત્રણ વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા રિવાબા
રિવાબા જાડેજા ત્રણ વર્ષ પહેલા ભાજપમાં સામેલ થયા હતા. તેઓ મૂળ રાજકોટના રહેવાસી છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. રિવાબા જાડેજા, રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચુક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.
કોને કોને મળી ટિકિટ
ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે.
અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા
કચ્છની માંડવી બેઠક પરથી અનુરૂદ્ધ દવે
ભૂજ બેઠક પરથી કેશુભાઇ પટેલ
અંજાર બેઠક પરથી ત્રિકમભાઇ છાંડા
ગાંધીધામ બેઠક પરથી માલતીબેન મહેશ્વરી
રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજા
દસાડા બેઠક પરથી પી.કે.પરમાર
લિંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા
વઢવાણ બેઠક પરથી જીજ્ઞાબેન પંડ્યા
ધ્રાંગધ્રા બેઠક પરથી પ્રકાશભાઇ વરમોરા
ચોટીલા બેઠક પરથી શામજીભાઇ ચૌહાણ
ટંકારા બેઠક પરથી દુર્લભજી દેથરિયા
રાજકોટ પૂર્વથી ઉદય કાનગડ
દ્ધારકા બેઠક પરથી પબુભા માણેક
જૂનાગઢ બેઠક પરથી સંજયભાઇ કોરડીયા
વિસાવદર બેઠક પરથી હર્ષ રિબડીયા
સોમનાથ બેઠક પરથી માનસિંહ પરમાર
તાલાલા બેઠક પરથી ભગાભાઇ બારડ
ઉના બેઠક પરથી કે.સી.રાઠોડ
અમરેલી બેઠક પરથી કૌશિક વેકરિયા
લાઠી બેઠક પરથી જનક સાવલીયા
ગારીયાધાર બેઠક પરથી કેશુભાઇ નાકરાણી
પાલીતાણા બેઠક પરથી ભીખાભાઇ બારૈયા
ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પુરુષોત્તમ સોલંકી
ભાવનગર પશ્વિમ બેઠક પરથી જીતુ વાઘાણી
બોટાદ બેઠક પરથી ઘનશ્યામભાઇ વિરાણી
નાંદોદ બેઠક પરથી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ વસાવા
જંબુસર બેઠક પરથી ડી.કે.સ્વામી
વાગરા બેઠક પરથી અરુણસિંહ રાણા
ઝઘડીયા બેઠક પરથી રિતેશ વસાવા
અંકલેશ્વર બેઠક પરથી ઇશ્વરભાઇ પટેલ
ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલ
માંગરોળ બેઠક પરથી ગણપત વસાવા
માંડવી બેઠક પરથી કુંવરજી હળપતિ
કામરેજ બેઠક પરથી પ્રફુલભાઇ પાનસેરીયા
સુરત પૂર્વ બેઠક પરથી અરવિંદ રાણા
સુરત ઉત્તર બેઠક પરથી ક્રાંતિ બલર
વરાછા બેઠક પરથી કિશોર કાનાણી
કરંજ બેઠક પરથી પ્રવિણ ઘોઘારી
લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલ
મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી
કતારગામ બેઠક પરથી વિનુ મોરડીયા
સુરત પશ્વિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી
બારડોલી બેઠક પરથી ઇશ્વર પરમાર
નિઝમ બેઠક પરથી ડૉક્ટર જયરામ ગામિત
વ્યારા બેઠક પરથી મોહન કોકાણી
ગણદેવી બેઠક પરથી નરેશ પટેલ
ધરમપુર બેઠક પરથી અરવિંદ પટેલ
વલસાડ બેઠક પરથી ભરત પટેલ
પારડી બેઠક પરથી કનુભાઇ દેસાઇ
કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરી
ઉમરગામ બેઠક પરથી રમણલાલ પાટદર
વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોર
થરાદ બેઠક પરથી શંકર ચૌધરી
દાંતા બેઠક પરથી રઘુભાઇ પારઘી
વડગામ બેઠક પરથી મણીભાઇ વાઘેલા
ડીસા બેઠક પરથી પ્રવિણ માળી
સિદ્ધપુર બેઠક પરથી બળવંતસિંહ રાજપૂત
ઇડર બેઠક પરથી રમણલાલ વોરા
પ્રાંતિજ બેઠક પરથી ગજેન્દ્રસિંહ પરમાર
વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ
વેજલપુર બેઠક પરથી અમિત ઠાકર
એલિસબ્રિજ બેઠક પરથી અમિત શાહ
નિકોલ બેઠક પરથી જગદીશ વિશ્વકર્મા
નરોડા બેઠક પરથી પાયલબેન ગોકરાણી