વડોદરાઃ  વાઘોડિયાના જરોદમા NDRF ના જવાનની 38 વર્ષીય પત્નીને કોરોનાનો ઘાતક ડેલ્ટા પ્લસ વેરીઅન્ટ પોઝીટીવ મળી આવ્યો છે. યુવાનની પત્ની ગુજરાત આવવા કોરોનાનો RTPCR રિપોર્ટ કરાવ્યો હતો. પરંતુ રિપોર્ટ આવવામા દિવસો લાગતા જરોદ આવી પહોંચ્યા હતા. જોકે મહારાષ્ટ્રના જલગાવથી આવેલ પરિવારનો રિપોર્ટમા  ડેલ્ટા પ્લસ વેરીયન્ટ પોજીટીવ આવ્યા અંગેની જાણકારી મહારાષ્ટ્ર સરકારે ગુજરાત સરકારને કરી હતી. 


વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ બની મહિલા કોના કોના સંપર્કમા આવી તેની જાણકારી એકત્ર કરાઈ રહિ છે. તમામ વહિવટી તંત્ર સાબદુ બની પરિવારની મુલાકાત લઈ ચુક્યુ છે. હાલ, મહિલા અને તેનો પરિવાર સંપુર્ણ સ્વસ્થ છે. 


વડોદરાના વાઘોડિયાના જરોદમા 38 વર્ષીય મહિલાનો ડેલ્ટા વેરીયન્ટને લઈ ચર્ચામા આવ્યા છે. વાઘોડિયા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર દોડતુ થયુ છે. તંત્રએ આ પરિવારની મુલાકાત લિઘી હતી.  રેફરલ હોસ્પીટલ, જરોદની સામે આવેલ શિવનંદન સોસાયટીમા રહેતા પરિવારની ત્યા તંત્ર તમામ ડેટા એકત્રીત કરી રહ્યા છે. સોસાયટીના 100 મિટરના એરીયામા સેમ્પલીંગ હાથ ધરાયુ છે. આ સોસાયટીમા તમામ NDRF ના જવાનો પરિવાર સહિત રહે છે. હજુ જેઓ વેક્સીનથી બાકી રહ્યા હોય તેવા પરિવારનુ વેક્સીનેશન તૈયારીમા શરુ કરાયુ છે. 


પરિવાર હાલ સંપુર્ણ સ્વસ્થ છે. પુત્ર-પુત્રી અને દંપતી કુલ ચાર જણનો પરિવાર પોતાની ત્યાં આરોગ્ય વિભાગની દોડઘામ જોઈ થોડી ચિંતામા જણાઈ રહ્યા છે. પરિવારનું કહેવું છે કે અમારે ત્યાં આરોગ્ય વિભાગના આવ્યા પછી ડેલ્ટા પ્લસ વેરીયન્ટ પોજીટીવ આવ્યા અંગેની જાણ થઈ છે. આ રિપોર્ટ 56 દિવસ પહેલા મહારાષ્ટ્રમાંથી ગુજરાતમા આવતા કરાવ્યો હતો. અત્યારે અમે સંપુર્ણ સ્વસ્થ છીએ. કોઈ જ લક્ષણ નથી. અમે આરોગ્ય વિભાગને તમામ સહકાર આપી રહ્યા છીએ તથા તેઓની સુચનોનુ પાલન કરશુ.


દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 48 કેસ  સામે આવી ચૂક્યા છે. જેનાથી હવે નવું જોખમ તોળાઈ રહ્યું છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. પરંતુ હવે ગુજરાત પણ આ વેરિએન્ટની ઝપેટમાં આવી ગયું છે. આ અંગે કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી હતી. 


ગુજરાત માટે ચિંતાના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં પણ હવે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના બે કેસ નોંધાયા છે. ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના બે કેસ હોવાનો કેંદ્ર સરકારના પ્રેઝન્ટેશનમાં ખુલાસો થયો છે. દેશમાં કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે દેશના 18 જિલ્લામાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્યના 48 જેટલા કેસ નોંધાયા છે. કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે.


મહારાષ્ટ્રમાં શુક્રવાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 20 કેસ નોંધાયા હતા. તમિલનાડુમાં 9, મધ્યપ્રદેશમાં 7, કેરળમાં 3, પંજાબમાં 2, ગુજરાતમાં 2, આંધ્રપ્રદેશમાં 1, ઓરિસ્સામાં 1, રાજસ્થાન 1, કર્ણાટકમાં 1 અને જમ્મૂ કાશ્મીરમાં 1 કેસ નોંધાયો છે. આમ અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં 48 કેસ સામે આવ્યા છે. 


શુક્રવારે મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta plus variant) થી સંક્રમિત થયેલા 80 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આ અંગે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Maharashtra Health Minister Rajesh Tope) એ જાણકારી આપી હતી. 


રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 દર્દીઓમાંથી એક દર્દીનું મોત થયું છે. મૃતકની ઉંમર 80 વર્ષ જણાવવામાં આવી છે. વ્યક્તિ અન્ય બીમારીથી પણ પીડિત હતા. રાજ્યમાં ડેલ્ટા પ્લસના રત્નાગિરીમાં નવ, જલગાંવમાં સાત, મુંબઈમાં બે, પાલઘર, થાણે અને સિંધુદુર્ગ જિલ્લામાં એક-એક કેસ સામે આવ્યા છે.


આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેને B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. સૌથી પહેલા જેનેટિક ડેલ્ટા પલ્સને AY.1, નામથી ઓળખાયો હતો અને તે સૌ પ્રથમ માર્ચ મહિનામાં  યુરોપના દેશોમાં જોવા મળ્યો હતો. એપ્રિલ માસમાં ક્રમશ પાંચ કેસ યૂકેમાં ડેલ્ટા પ્લસના નોંધાયા હતા. મૂળ ડેલ્ટા કોરોનાવાયરસના એક અલગ સ્વરૂપ તરીકે જ ઓળખવામાં આવ્યો છે.  તેમાં કેટલાક વિશિષ્ટ પરિવર્તન દર્શાવવામાં આવ્યા હતા.  જે અન્ય વેરિયન્ટથી અલગ રીતે વર્તે છે. હાલ 80 દેશોમાં આ વાયરસ ફેલાઇ ચૂક્યો છે.