Vadodara Crime News: વડોદારમાં વધુ એક ક્રાઇમ સનસનીખેજ ઘટના ઘટી છે, અહીં શહેરના ઓલ્ડ પાદરા રોડ પર રહેતા બે ભાઇઓને એક અજાણ્યા શખ્સે કાપડનો બિઝનેસ કરવાની લાલચ આપીને એક કરોડથી વધુની રકમની છેતરપિંડી કરી હતી, આ મામલે હાલમાં શહેરના જેપી રૉડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, હાલમાં તપાસ ચાલુ છે.
ઘટનાની વિગતો એવી છે કે, શહેરના ઓલ્ડ પાદરા રૉડ પર રહેતા બે ભાઇઓ સાથે કાપડનો વેપાર કરવાનું કહીને એક શખ્સે 1.05 કરોડથી વધુની છેતરપિંડી આચરી છે. જેપી રૉડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વડોદરાના ઓલ્ડ પાદરા રૉડ પર રહેતા 46 વર્ષીય ધીરેન્દ્રકુમાર શિવકુમારસિંહએ શહેરના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં આરોપી ભાનુ ભરતભાઇ ખત્રી જે અક્ષર વિહાર, દાવત હોટેલની પાછળ, નેશનલ હાઇવે, તરસાલીમાં રહે છે, તેની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી ભાનુએ 4 સપ્ટેમ્બર-2019થી ડિસેમ્બર 2021 સુધી ધીરેન્દ્રકુમારને કાપડના ધંધામાં રૂપિયાનું રોકાણ કરવાની ખોટી વાતોમાં ફસાયો હતો, આરોપીએ ધીરેન્દ્રકુમારને આ ધંધાના નામના ખોટા અને બનાવટી બીલો આપ્યા હતા, અને બાદમાં આ બનાવટી બિલોના બદલામાં ધીરેન્દ્રકુમાર પાસેથી નાણાં મેળવી કાપડના ધંધાનું જણાવ્યું હતું, ધીમે ધીમે કરીને આરોપીએ ધીરેન્દ્રકુમાર પાસેથી 94.88 લાખ રૂપિયા કપડાના ધંધાની આડમાં લીધા હતા. ધીરેન્દ્રકુમારના ભાઇને પણ કપડાના ધંધામાં રોકાણ કરવાનું કહીને તેમની પાસેથી પણ 10.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આમ આરોપીએ આમાં કુલ 1.05 કરોડ બે ભાઇઓ પાસેથી ખંખેરી લીધા હતા, અને બાદમાં પરત આપ્યા નહોતા. જ્યારે અમે આ ધંધાના રૂપિયા પાછા લેવાની માંગણી કરી તો અમને ખબર પડી કે અમારી પાસે મોટી છેતરપિંડી થઇ છે. અમે બાદમાં આ મામલે જેપી રૉડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલા સિક્યૂરિટી ગાર્ડ સાથે પણ કરી મારામારી -
આ ઉપરાંત વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં મહિલા સિક્યૂરિટી ગાર્ડએ યુવક અને યુવતીઓને સિગારેટ પીવાની ના પાડતા યુવક યુવતીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને મહિલા સિક્યૂરિટી ગાર્ડ સાથે મારામારી કરી હતી. આ દરમિયાન યુવકો સળિયા લઈને ત્યાં આવી ગયા હતા અને મહિનાની માર મારવાની તૈયારીમાં હતા. જોકે, આસપાસના લોકો ભેગા થઈ જતા તેઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા. આ મામલે મહિલા સિક્યૂરિટી ગાર્ડએ યુવક અને યુવતીઓ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેને પગલે મકરપુરા પોલીસે આ મામલે વધુ તપાસ કરી છે.
વડોદરામાં પૉલિટેકનિક કેમ્પસમાં થઇ હતી મારામારી
વડોદરા શહેરની એમએસ યૂનિવર્સિટીમાં આવેલી પૉલિટેકનિક કૉલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં સિવિલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ સાથે મારા મારી કરી હતી. જેમાં એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ અદાવત રાખીને મારામારી કરી હોવાનું જાણવા મળે છે. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.