વડોદરામાં પાઇપ લાઈન ઘરગથ્થુ ગેસ બાદ CNG ગેસના ભાવમાં પણ વધારો કર્યો છે. વડોદરા ગેસ લિમિટેડએ CNG ગેસમાં 7.75 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યો છે. વડોદરા પહેલા CNGનો ભાવ 69.25 હતો પરંતુ હવે સાત રૂપિયા 75 પૈસાનો વધારો કરતા નવો ભાવ 77 રૂપિયાએ પહોંચ્યો છે. શુક્રવારની મધરાતથી જ આ નવો ભાવ વધારો અમલી બન્યો છે. ભાવ વધારાના કારણે 13 હજાર ગ્રાહકો પર વર્ષે 22.32 કરોડનો બોજો પડશે.


આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો 


Petrol-Diesel Price Hike: એક દિવસના વિરામ બાદ આજે ફરી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો થયો છે. ત્યારબાદ રાજધાનીમાં એક લીટર પેટ્રોલની કિંમત હવે 80 રૂપિયા થઈ ગઈ છે. ચાર મહિના બાદ  22 માર્ચ, મંગળવારના રોજ પ્રથમ વખત આ કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ છેલ્લા 12 દિવસમાં 10મી વખત ઇંધણ મોંઘું થયું છે.


દેશની આર્થિક રાજધાનીમાં એક લિટર પેટ્રોલની કિંમત 117 રૂપિયા 57 પૈસા અને ડીઝલની કિંમત 101 રૂપિયા 70 પૈસા થઈ ગઈ છે. અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 85 પૈસાનો વધારો થયો છે. તાજેતરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આશરે 35-40 ટકાનો વધારો થયો છે. ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ના લેટેસ્ટ અપડેટ અનુસાર,  દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 102.61 થઈ ગઈ છે. તે જ સમયે, ડીઝલની કિંમત 93.87 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. 31 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો ઉછાળો આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા 12 દિવસમાં 10મી વખત પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું છે.


નોંધનીય છે કે ઇંધણના ભાવ નવેમ્બરની શરૂઆતથી મંગળવાર સુધી સ્થિર હતા, જે દરમિયાન કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી અનુક્રમે 5 રૂપિયા અને 10 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી હતી. વિવિધ પરિબળોના આધારે પરિવહન ઇંધણના ખર્ચમાં ફેરફાર કરે છે.


 


 


જ્હાન્વી કપૂર અને વરુણ ધવન પહેલીવાર કરશે રોમાન્સ, જાણો કઇ ફિલ્મ માટે બન્ને તૈયાર થયા.......


RR vs MI: સચિન સાથે ફોટો પડાવવા રાજસ્થાનના ખેલાડીઓ ઉમટ્યા, પગે પણ લાગ્યા, જુઓ વીડિયોમાં ખેલાડીઓનો ઉત્સાહ


'બાહુબલી'ની રીતથી હાથી પર ચઢતા મહાવતનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું, આ 'અસલી બાહુબલી', જુઓ વીડિયો


GST Collection: માર્ચમાં GST થી સરકારને બમ્પર કમાણી, રેકોર્ડ 1.42 લાખ કરોડ રુપિયા રહ્યું ટેક્સ કલેક્શન