Vadodara: વડોદરાના સમાસાવલી રોડ ઉપર આવેલા રોયલ કિંગ હોટલમાં જવેલર્સ માલિકે આત્મહત્યા કરી હતી. સમા વિસ્તારની અભિલાષા ચોકડી પર આવેલી અંબિકા જ્વેલર્સના માલિક ધર્મેશભાઈ પરમારે આત્મહત્યા કરી હતી. રૂમ નંબર 405માં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી હતી.  મૃતક સમા વિસ્તારના આકાશગંગા સોસાયટીમાં રહેતા હતા. સમા પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા હોટેલના રૂમમાંથી દવાની બોટલો અને અગત્યના પુરાવા કબજે કર્યા હતા. મોડી રાત્રે પોલીસ દ્વારા ડેડબોડીને એસએજી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


સાળંગપુર હનુમાનને ભક્તો સ્વહસ્તે લખેલી હનુમાન ચાલીસા અર્પણ કરી શકશે


હનુમાન જયંતિને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા ''મારા દાદાને મારી ચાલીસા '' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હનુમાન જ્યંતિ પર્વ નિમિત્તે -સ્વહસ્તે લિખિત શ્રી હનુમાન ચાલીસાનું સામુહિક અભિયાન શરૂ કરાયું છે. દાદાના ભક્તો સ્વહસ્તે લિખિત શ્રી હનુમાન ચાલીસા પ્રાર્થના સ્વરૂપે દાદાના દરબારમાં મોકલી શકાશે. હનુમાન જયંતિના પવિત્ર દિવસે એ તમામ ચાલીસા પત્રો દાદાના ચરણે ભક્તિ ભાવપૂર્વક સમર્પિત કરી પ્રાર્થના કરવામાં આવશે. મંદિર ના કોઠારી સ્વામી તેમજ શાસ્ત્રી સ્વામીના માર્ગદર્શન હેઠળ   મારા દાદાને મારી ચાલીસા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.


Mangalwar Upay: ભય-રોગ દૂર કરે છે હનુમાનજીના આ ચમત્કારી મંત્ર, વધારે છે આત્મવિશ્વાસ


કેમિકલના ગોડાઉનમાંથી સરકારી સબસિડીવાળા યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો


યુરિયા ખાતર મેળવવા ખેડૂતો ખાતર કેન્દ્રોની બહાર લાઇન લગાવતા હોય છે, જોકે તેમ છતાં અપૂરતા સ્ટોકના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. આ દરમિયાન સુરતના સચિનમાં સબસિડીવાળા યુરિયા ખાતરની 54 ગુણ સાથે  એક વ્યક્તિ ઝડપાયો હતો. કેમિકલના ગોડાઉનમાંથી બીજી 541 ખાલી ગુણો મળી હતી. પાંડેસરા અને પલસાણાની મિલમાં યુરિયા ખાતર સપ્લાય કરાતું હતું. સચિન ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાંથી ગુણી જપ્ત થઈ હતી. સચિનના કેમિકલ ગોડાઉનમાંથી સબસિડીવાળા યુરિયા ખાતર મળી આવવા મામલે નાયબ ખેતી નિયામક વિશાલ કોરાટએ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે હિમાશું મુકેશચંદ્ર ભગતવાલાઅને જથ્થો સપ્લાય કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ


'હું બેચેની અનુભવું છું, મારે ખુલ્લી હવામાં ફરવું છે...' નૈની જેલમાં આખી રાત અતીક અહેમદે વીતાવી ડરમાં