Vadodara: રાજ્યમાં નોકરીવાંછુઓ માટે સારા સમાચાર છે.  વડોદરા મનપામાં જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ જૂની ક્લાર્ક ની પરીક્ષા યોજશે. 552 ભરતી માટે 1,18,774 ઉમેદવારોએ રસ દાખવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર સભામાં દરખાસ્ત મુકશે. આજે યોજાનારી સભામાં દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે.


Intelligence Bureauમાં બનવું છે અધિકારી? બહાર પડી મોટી ભરતી


ભારતીય ગુપ્તચર એજન્સીએ થોડા સમય પહેલા બમ્પર પોસ્ટની ભરતી માટે એક જાહેરાત પ્રકાશિત કરી હતી. IBએ આ ખાલી જગ્યાઓ અંગે ફરી એક નવું અપડેટ જારી કર્યું છે. આ અંતર્ગત આ પોસ્ટની નોંધણીની તારીખ અને છેલ્લી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જૂના સમયપત્રક મુજબ આ ખાલી જગ્યાઓ માટે 21 જાન્યુઆરીથી અરજી શરૂ થવાની હતી, પરંતુ તેમ થયું નહોતું. હવે આ માટે રજીસ્ટ્રેશન 28 જાન્યુઆરી 2023થી શરૂ થશે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે, તેઓએ આ નવી તારીખની નોંધ લેવી. 


છેલ્લી તારીખ પણ બદલાઈ


નોંધણીની તારીખ સાથે, ગૃહ વિભાગે અરજી કરવાની છેલ્લી તારીખમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી 2023 હતી, જે હવે બદલીને 17 ફેબ્રુઆરી 2023 કરવામાં આવી છે. આ અંગે માહિતી મળી રહી છે કે કેટલીક ટેકનિકલ સમસ્યાના કારણે આ તારીખ બદલવામાં આવી છે. હવે નવી તારીખો અનુસાર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.


બજેટ પહેલા શેરબજારમાં માતમ, રોકાણકારોમાં હાહાકાર, અધધ કરોડ થઈ ગયા સ્વાહા


ભારતીય શેરબજારના રોકાણકારો માટે સપ્તાહનો ત્રીજો કારોબારી દિવસ ખૂબ ખરાબ રહ્યો. ધીમી શરૂઆત સાથે જેમ દિવસ આગળ વધતો ગયો તેમ ઘટાડો વધતો ગયો. આજે તમામ સેકટર લાલ નિશાનમાં બંધ થયા. આજના કડાકા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 276.71 લાખ કરોડ થઈ ગઈ છે.


કેટલા પોઇન્ટના કડાકા સાથે બંધ રહ્યું માર્કેટ


ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 773.69 પોઇન્ટના કડાકા સાથે 60205.06 પોઇન્ટ પર અને નિફ્ટી 206.8 પોઇન્ટના ઘટાડા સાથે 17911.60 પોઇન્ટ પર બંધ રહ્યા.


શેરબજારમાં કેમ બોલ્યો કડાકો





બુધવારે શેરબજારની શરૂઆત થવાની સાથે જ વેચવાલીનો સિલલિસો શરૂ થયો હતો અને દબાણ એટલું વધ્યું કે માર્કેટ ક્રેશ થઈ ગયું. પબ્લિક સેકટરની બેંકોમાં જોરદાર ઘટાડો થયો. એશિયાના સૌથી ધનિક વ્યકતિ ગૌતમ અદાણીની કંપનીના શેરમાં પણ કડાકો બોલ્યો.


સેક્ટરની સ્થિતિ


બજારની મંદીના તોફાનમાંથી કોઈ પણ ક્ષેત્ર બચ્યું ન હતું. બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, એનર્જી, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રા જેવા તમામ સેક્ટરના શેરો બંધ થયા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 8 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે બાકીના 22 શેરો ઘટ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 10 વધ્યા અને 40 નુકસાન સાથે બંધ થયા.





Education Loan Information:

Calculate Education Loan EMI