Vadodara News:  અમરનાથ દર્શનાર્થે ગયેલા વડોદારના ફતેપુરાના યુવાનનું હૃદયરોગથી મોત નિપજ્યાની આશંકા છે. ફતેપુરાના નાની પીતાંબર પોળમાં રહેતા ગણેશ કદમનું મોત થયું છે. યુવકની પહેલગામ ખાતે તબિયત બગડતા ત્યાંની હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે તેનું મોત નીપજ્યું હતું. આઠમી જુલાઈના રોજ તેઓ અમરનાથ યાત્રાએ જવા માટે વડોદરાથી નીકળ્યા હતા. આજે મૃતક ગણેશ કદમનું પી.એમ હાથ ધરાશે ત્યારબાદ શ્રીનગરથી મૃતદેહ ને વડોદરા મોકલાશે.


વડોદારાના ત્રીજા દર્શનાર્થીનું અમરનાથ યાત્રામાં મોત


અત્યાર સુધીમાં વડોદરાના ત્રણ શ્રદ્ધાળુઓના અમરનાથ યાત્રા દરમિયાન હૃદય રોગથી મોત થયા છે. ગણેશ કદમના મૃત્યુ સાથે આ પહેલા પાણીગેટ વિસ્તાર ના કહાર મહોલ્લાના નીતિન કહાર, વેમાલી ગામના રાજેન્દ્રભાઈ ભાટિયાનું પણ હૃદય રોગના કારણે મોત થયું હતું.


ગૌરક્ષા સમિતીનો કાર્યકર હતો મૃતક


અમરનાથ યાત્રા દરમિયાન જમ્મું ભંડારો ચલાવતા વડોદરાના મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના મિલિન્દ વૈદ્યએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે 'ત્રણ દિવસ પહેલા વડોદરાના ગણેશ કહાર અને અન્ય એક યુવક જમ્મુ ભંડારામાં આવ્યા હતા. તેઓએ અહીથી આગળની યાત્રા ચાલુ કરી હતી અને પહેલગામ ખાતે હોટલમાં રોકાયા હતા જ્યાં બે દિવસ પહેલા તેને ઊલટીઓ થતા સ્થાનિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેને બે વખત હાર્ટ એટેક આવ્યો હતો પરંતુ બચી ગયો હતો પરંતુ ગઈકાલે આવેલો ત્રીજો હાર્ટ એટેક જીવલેણ સાબિત થયો હતો. વડોદરામાં ફતેપુરા પિતામ્બર પોળમાં રહેતો ગણેશ કદમ ગૌરક્ષા સમિતીનો કાર્યકર હતો.


અમરનાથ યાત્રાનો ટોલ ફ્રી નંબર


જો તમને આ પ્રવાસ સંબંધિત કોઈપણ પ્રકારની માહિતીની જરૂર હોય, તો તમે ટોલ ફ્રી નંબર 18001807198/18001807199 પર સંપર્ક કરી શકો છો.


બે રૂટથી થઈ શકે છે યાત્રા


બાબા અમરનાથની યાત્રા બે રૂટથી થઈ શકે છે. પહેલો પરંપરાગત રૂટ છે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પહલગામ થઈને 48 કિમીનો અને બીજો મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 14 કિમીનો ટૂંકો પણ ઊંચો બાલટાલ માર્ગ છે. અધિકારીઓએ જણાવ્યું કે યાત્રા બંને રૂટથી એક સાથે શરૂ થશે. ગયા વર્ષની મેન્યુઅલ પ્રક્રિયાને બદલે આ વખતે મુસાફરો માટે આધાર ઓથેન્ટિકેશન આધારિત ફોર્મ જનરેશન સિસ્ટમ બનાવવામાં આવી છે. ગયા વર્ષ સુધી મુસાફરોને જાતે જ ફોર્મ આપવામાં આવતા હતા. હવે ફોર્મ સિસ્ટમ જનરેટ આપવામાં આવે છે. તમામ ઇચ્છુક પ્રવાસીઓએ સમગ્ર ભારતમાં નિયુક્ત ડોકટરો પાસેથી આરોગ્ય પ્રમાણપત્રો મેળવવા જરૂરી છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial