વડોદરાઃ શહેરના મુજ મહુડાના સિલ્વર આરકેડ કોમ્પેક્સના એક મકાનમાં ચાલતા સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. મકાનમાંથી દિલ્લી અને કોલકાતાની બે યુવતીઓ મળી આવી છે. આ યુવતીઓએ શરૂઆતમાં તો પોતે ઇવેન્ટમેનેજમેન્ટનું કામ કરતી હોવાનું અને ફ્લેટમાં ગોંધી રાખી બળાત્કાર ગુજારાતો હોવાનું રટણ કર્યું હતું. જોકે, પોલીસ તપાસમાં આ બંને યુવતીઓ કોલગર્લ હોવાનું સામે આવ્યું છે. તેમજ ગ્રાહકદીઠ 3 હજાર રૂપિયા વસૂલીને મજા કરાવાતી હોવાનો ખુલાસો થયો છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, મંગળવારે મોડી રાત્રે 181 મહિલા હેલ્પલાઇનને મદદ માટે કોલ આવ્યો હતો અને દિલ્લી-કોલકાતાની આ બંને યુવતીઓએ વડોદરા ઇવેન્ટ મેનેજમેન્ટના કામે બોલાવી ફ્લેટમાં ગોંધી રાખી હોવાનું જણાવ્યું હતું. મહિલા હેલ્પલાઇને પોલીસની મદદથી યુવતીઓને શોધી લીધી હતી.

જોકે, દરવાજો ખુલતો ન હોવાથી પોલીસ અને ફાયરની ટીમની મદદથી દરવાજો ખોલતા રૂમની અંદરથી નશો કરીને સૂઈ રહેલો એક યુવક અને અંદરથી બે યુવતીઓ મળી આવી હતી. યુવતીઓએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. તેમજ તેઓ સોશિયલ મીડિયા દ્વારા ઓર્ડર લેતાં હોવાનું જણાવ્યું હતું.

અઠવાડિયા પહેલા આ યુવકે સોશિયલ મીડિયાથી સંપર્ક કર્યો હતો. તેમજ આ યુવતીઓ સાથે એક દિવસના 2 હજાર રૂપિયા નક્કી કરાયા હતા. આથી તેઓ ગત 7મી ફેબ્રુઆરીએ વડોદરા આવી હતી. પહેલા તેઓ ગ્રાન્ડ હોટલમાં રોકાયા હતા. આ પછી તેમને મુજમહુડા લાવ્યા હતા. યુવતીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે, 8 ફેબ્રુઆરીએ સવારે બે અજાણ્યા યુવકો આવ્યા હતા અને બંને યુવતીઓ સાથે અલગ અલગ યુવકોએ પરાણે શરીરસંબંધ બાંધ્યા હતા અને મારી નાંખવાની ધમકી આપી હતી. બીજા દિવસે પણ અન્ય યુવકો આવ્યા હતા અને તેમણે પણ પરાણે સંબંધ બાંધ્યા હતા. આ પછી તેમને રૂમમાં અંદર બંધ કરી દીધી હતી. યુવતીઓએ જણાવ્યું હતું કે, તેમને ગોંધી રાખવામાં આવતા તેમણે મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. તેમજ અહીંથી મળી આવી હતી.

જોકે, પોલીસ તપાસમાં આ યુવતીઓ ગુમરાહ કરી રહી હોવાનું સામે આવ્યું હતું. તેમજ બંને કોલગર્લ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઝડપેલા ચિરાગ પટેલની પૂછપરછ કરતાં તેણે ગ્રાહક દીઠ રૂ. 3000 વસૂલતો હોવાનું અને જેમાંથી રૂ. 2000 યુવતીઓને આપતો હોવાનું જણાવ્યું હતું. તેમજ 1000 તેની પાસે રાખતો હતો.