વડોદરાના સમા વિસ્તારમાં એક જ પરિવારના છ લોકોના આત્મહત્યાના પ્રયાસના બનાવમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાવિન સોનીનું નિવેદન લીધુ હતું. ભાવિન સોનીએ પોલીસને જે હકિકત જણાવી તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી.


ભાવિન સોનીએ પોલીસને જણાવ્યું કે આર્થિક સંકળામણના લીધે તેમના પિતા નરેંદ્રભાઈ સોની પોતાનુ ઘર વેંચવા માટે કાઢ્યુ હતુ. પરંતુ કોઈ કારણોસર ઘર વેંચાતુ ન હોવાથી નરેંદ્રભાઈએ જ્યોતિષોનો સહારો લીધો હતો. અલગ અલગ નવ જ્યોતિષો પાસે નરેંદ્રભાઈએ વાસ્તુદોષની વિધી કરાવી અને તેના બદલામાં એ તમામ જ્યોતિષોને તેમણે અંદાજે 32 લાખ જેટલા રૂપિયા પણ આપ્યા હતા. તેમ છતા પણ ઘર વેંચાતુ ન હોવાથી આખરે પરિવારને આત્મહત્યાનું પગલુ ભરવાનો વારો આવ્યો.

ભાવિન સોનીના નિવેદન બાદ પોલીસે પણ અલગ અલગ નવ જ્યોતિષો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. તો પોલીસને મળેલી ચાર પાનાની સુસાઈડ નોટમાં પણ સમગ્ર કેસમાં વધુ ખુલાસા થઈ શકે છે. પોલીસે હાલ તો ચાર પાનાની સુસાઈડ નોટને FSLમાં મોકલી આપી છે.