Vadoadara: ખેતરમાં કામ કરતા પરીણિત મજૂરને માલિકની સગીર દીકરી સથે બંધાયા સંબંધ, તેને લઈને ભાગીને દિલ્હી ગયો ને...........
વડોદરાઃ વડોદરામાંથી પોલીસે એવા પ્રેમી યુગલને ઝડપી પાડ્યું છે કે જેમાં પ્રેમિકા સગીર વયની છે જ્યારે યુવક પરીણિત છે. યુવક છોકરીના પિતાને ત્યાં ખેત મજૂર તરીકે કામ કરતો હતો ને શેઠની છોકરી સાથે તેને શરીર સંબંધ બંધાયા હતા. બંનેના સંબંધોની જાણ શેઠને થતાં બંને ઉત્તરાખંડથી ભાગીને દિલ્હી ગયાં હતાં ને પછી ત્યાંથી ભાગીને વડોદરા આવ્યાં હતાં.
આ અંગે ઉત્તરાખંડમાં ફરિયાદ નોંધાતાં પોલીસ તપાસમાં બંને વડોદરામાં છૂપાયાં હોવાની માહિતી મળતાં વડોદરા પોલીસ ને જાણ કરાઈ હતી. વડોદરા પોલીસે પોતાના સગાને ત્યાં છૂપાયેલા પ્રેમી ઝડપી લ ધું છે. યુવકની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, તેની પત્નિ પણ પ્રેગનન્ટ થઈ છે.
ઉત્તરાખંડથી ભાગેલા બે પ્રેમીઓને વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી લેતાં ફિલ્મી લવ સ્ટોરીને ટક્કર મારે એવી પ્રેમકહાની બહાર આવી હતી. વડોદરાના તાંદલજા વિસ્તારના ક્રિષ્ના નગર વુડાના મકાનમાંથી પ્રેમી ઝડપાયું છે.
નૈનિતાલથી સગીર વિદ્યાર્થિનીને લઇને ભાગેલા પ્રેમી તરૂણસિંહ ભીમસિંહ રાવત(આમખેડા ગામ,નૈનિતાલ,ઉત્તરાખંડ)ને પોલીસે ઝડપી પાડયો હતો. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ એમ ભરવાડ અને ટીમને પ્રેમી યુગલની વિગતો મળતાં દરોડો પાડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની 17 જુલાઈએ સ્કૂલ જવા માટે નિકળી ત્યા રબાદ ગૂમ થઇ ગઈ હતી. તેનાં કુટુંબીજનોએ પોલીસ ફરિયાદ કરી હતી. ઉત્તરાખંડ પોલીસને તપાસ દરમિયાન વડોદરામાં બંને પ્રેમી છુપાયા હોવાની વિગતો મળી હતી.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ. બી. જાડેજાએ તપાસ કરતાં તાંદળજાના વુડાના મકાનમાંથી બંને જણા મળી આવ્યા હતા.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તરૂણસિંહ પરિણીત હોવાની અને તેની પત્ની ગર્ભવતી હોવાની વિગતો જાણવા મળી છે. વિદ્યાર્થિનીને ત્યાં ખેતમજૂરી કરતો યુવક તેને ભગાડીને દિલ્હી ગયો હતો અને ત્યાંથી વડોદરા એક સબંધીને ત્યાં આવતાં પકડાઇ ગયો હતો.