વડોદરાઃ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગર્જના કરી હતી કે, સરપંચ કે તાલુકા જીલ્લામાં ચુંટાયેલા પ્રતિનિઘિને વેતન મળવું જોઈએ. કોઈ સરપંચને સરકાર પગાર નથી આપતી. તાલુકા કે જીલ્લા પંચાયતમા ચુંટાયેલાને ગવર્મેન્ટ પગાર આપતી નથી. હુ ગાંઘીનગર વિઘાનસભામાં રજુઆત કરવાનો છું. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમા ચુંટાયેલા સભ્યોને વેતન મળવું જ જોઈએ.
વાઘોડિયા વિધાનસભાના બાહુબલી ભાજપના ધારાસભ્યએ વધુ એક મુદ્દો સરકાર સામે ઉછાડ્યો છે. અટલજીની જન્મ જયંતી પર સુસાશન દિવસના કાર્યક્રમમાં આવેલા ધારાસભ્ય મઘુ શ્રીવાસ્તવે ABP અસ્મિતાને કહ્યું હતું કે સરપંચ, તાલુકા સદસ્ય અને જિલ્લા પંચાયત સદસ્યો સહિત ગ્રામ પંચાયતના સભ્યોને સરકાર વેતન નથી આપતી. હું ગાંઘીનગર જઈ વિઘાનસભામાં આ લોકોને સરકાર વેતન આપે તેની રજુઆત કરવાનો છું.
બીજા સવાલમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ વખતે જુના જોગીના પત્તા કાપશે અને નો રિપીટ થીયરી અપનાવશે તો આપ શુ કરશો. ત્યારે તેઓએ કહ્યું, મારી લોકપ્રિયતા એવી છે કે નાના છોકરાને પુછશો તો એ પણ કહેશે મધુ શ્રીવાસ્તવ છે. મારા સિવાય કોઈ દાવેદાર છે જ નહિ. પ્રજાના કામ કર્યા છે. એટલે છ ટર્મથી જીતતો આવ્યો છુ અને સાતમી ટર્મ પણ મને જ ટિકીટ આપશે અને હું જીતવાનો છું તેવો દાવો કર્યો હતો.