વડોદરામાં દેણા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે બે ટ્રક અથડાતા એકનું મોત થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્લિનરનું માથુ શરીરથી અલગ થઇ ગયું હતું. અકસ્માતમાં બંને ટ્રક માં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર અકસ્માતનો ભોગ બનનારી એક ટ્રક બિહાર જઇ રહી હતો બીજી ટ્રક હરિયાણા જઇ રહી હતી. ભારે જહેમત બાદ મૃતદેહ સહિત ઇજાગ્રસ્તોને બહાર કઢાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડ દ્વારા કેબિનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. હતી.
મળતી માહિતી મુજબ સુરત સચિન જીઆઈડીસીમાં આવેલ અનુપમા કંપનીમાંથી નૂર મહંમદ કુરેશી અને ક્લીનર ફરહાન ટ્રકમાં માલસામાન ભરીને બિહાર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન વડોદરા નજીક નેશનલ હાઇવે 48 ઉપર દેણા ચોકડી પાસે ટ્રક બગડતા રોડની સાઇડ પર પાર્ક કરી દીધી હતી. દરમિયાન પસાર થઈ રહેલી હરિયાણાની ટ્રક ધડાકાભેર અથડાઇ હતી. જેમાં હરિયાણાની ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેના કારણે ટ્રક ક્લીનરનું માથુ ધડથી અલગ થઇ ગયું હતું. કેબિનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. અકસ્માત સર્જાતા ટ્રકનો ચાલક ફરાર થઇ ગયો હતો. ટ્રક ચાલક નૂરમહમદ કુરેશીની ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા અન્ય ટ્રકના ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી
સુરતમાં કોરોનાનો કાળો કેરઃ બે ઓમીક્રોન શંકાસ્પદ આવ્યા, સ્કૂલોમાં પણ થઈ કોરોનાની એન્ટ્રી
કોરોનાના કેસ વધતા ગુજરાતમાં મોટો નિર્ણય, 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં કરાયો ફેરફાર
1 જાન્યુઆરીથી ATMમાંથી રોકડ ઉપાડવા અને જમા કરવા મોંઘા પડશે, જાણો કેટલો લાગશે ચાર્જ