પાર્ટીમાં હાજર લોકોએ હાજર લોકોએ દારૂ ભરીને પાણીપુરી ખાધી હતી. આ અંગે ભાજપના પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલે જણાવ્યું હતું કે, મારા કેટરિંગના વ્યવસાયમાં હેલ્પર તરીકે કામ કરતા નારૂભાઇનો જન્મ દિવસ હોવાથી હું ત્યાં ગયો હતો. કેક કપાઈ ગયા બાદ ત્યાંથી તુરંત નીકળી ગયો હતો. ત્યાર બાદ શું બન્યું તેની મને ખબર નથી.
વીડિયો વાયરલ થતા જ શહેર ભાજપ પ્રમુખે પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલ પાસે ખુલાસો માગ્યો છે. તો ભાજપના આ પૂર્વ નેતાએ કહ્યું કે, વીડિયોમાં દેખાતો વ્યક્તિ હું નથી. મને બદનામ કરવાનો છે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલે તો આ મામલે પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી છે.
વડોદરા શહેરમાં એક બાજુ નવા પોલીસ કમિશનર આવ્યા બાદ દારૂબંધીનો કડક અમલ થઇ રહ્યો હોવાની વાતો કરવામાં આવી રહી છે અને બીજી તરફ ભાજપના નેતાના વીડિયો વાયરલ થઇ રહ્યા છે જે કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કરનારા છે.