વડોદરા: કરજણના નારેશ્વર દત્ત મંદિર ખાતે દર્શન કરીને પરત ફરતાં એક બાઈકનો અકસ્માત સર્જાયો છે. રસ્તામાં કૂતરુ આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના નારેશ્વર રોડથી કોઠાવ ગામ વચ્ચે બની હતી, જેમાં મોટર સાઇકલ ઉપર સવાર મહિલા રોડ પર પટકાતાં તેનું મોત છે. વેમાર ગામની મહિલા જમાઈ સાથે નારેશ્વર ધામ ખાતે દર્શન કરીને પરત ફરી રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની. બાઈક ચાલક જમાઈ અલ્પેશભાઈ પટેલ પોતાની સાસુ માણેકબેનને બાઈક પર બેસાડી નારેશ્વર શ્રી દત્ત મંદિરે દર્શન કરાવવા લઈ ગયા હતા. જો અકસ્માત બાદ મહિલાને સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપડ્યું હતું.
ઇન્દોરની બે માળની બિલ્ડિંગમાં લાગી ભયંકર આગ, બે મહિલા સહિત 7 લોકો જીવતા સળગ્યા
Indore Mega Fire : મધ્યપ્રદેશના ઇન્દોરમાં શુક્રવારે મોડી રાત્રે એક મોટી દૂર્ઘટના ઘટી છે. અહીંના વિજયનગર વિસ્તારના સ્વર્ણ બાગ કૉલોનીમાં બે માળની ઇમારતમાં આગ લાગી ગઇ છે. બતાવવામાં આવી રહ્યું છે કે હ્રદય ધ્રુજાવી દેનારી ઘટનામાં 5 પુરુષો અને 2 મહિલાઓ સહિત 7 લોકોના મોત થઇ ગયા છે.
આગ લાગવાની જાણકાર મળતા જ ફાયર બ્રિગેડની સાથે સાથે વિજય નગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડ અધિકારીનુ કહેવુ છે કે બની શકે છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય. તેમને બતાવ્યુ કે આગ પર કાબુ મેળવવા માટે અમને ત્રણ કલાકનો સમય લાગ્યો.
બતાવવામાં આવી રહ્યું છે કે આગની ઝપેટમાં આવનારી આ ઇમારત ઇસાક પટેલનુ મકાન છે. વળી, જેટલા લોકોના મોત થયા છે તે તમામ લોકો ભાડુઆત બતાવવામા આવી રહ્યાં છે, આમાથી કેટલાક લોકો અભ્યાસ કરતા હતા, તો કેટલાક લોકો નોકરી રહી રહ્યાં હતા.મૃતકોના નામ આશીષ, આકાંક્ષા, ગૌરવ, નીતૂ સિસોદિયા છે, જ્યારે બે નામોની પુષ્ટિ નથી થઇ, આ ઉપરાંત આ દૂર્ઘટનામાં ઘાયલ થનારાના નામ ફિરોઝ, મુનિરા, વિશાલ, હર્ષદ અને સોનાલી છે. હાલ પોલીસ દૂર્ઘટનાનો શિકાર થયેલા લોકોની પુરેપુરી જાણકારી એકઠી કરવામાં લાગી છે.