વડોદરાના યુનાઇડેટ વે ગરબામાં યુવકે યુવતીને પ્રપોઝ કર્યું હતું.યુવકે ફિલ્મી સ્ટાઇલમાં ઘૂંટણીયે પડીને ફિલ્મી સ્ટાઇલમાં પ્રપોઝ કર્યું હતું. યુવતીએ પણ સહર્ષ તેની પ્રપોઝલ સ્વીકારી હતી અને રિંગ માટે  હાથ આગળ કર્યો હતો બાદ ખુશીથી યુવક યુવતીને ઉઠાવી લે છે, આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર ઘટનાને લઇને વિવાદ પણ સર્જાયો હતો.


ગત રોજ ગુજરાતી કલાકારે પ્રપોઝને લઈને નિવેદન કરતા  વિવાદ સર્જાયો હતો.  મહિલા કલાકાર ઉર્વશી સોલંકીએ  કહ્યું હતું કે, ગુજરાતમાં જો કોઇને આઇ લવ યુ કહેવું હોય તો  વેલેન્ટાઇન ડેની  નહિ પરંતુ  નવરાત્રિની પણ રાહ જોવાતી હોય છે. જો 9 દિવસ ગરબા રમ્યા હો અને સિંગલ હો તો તમે ગરબા જ રમ્યા  છો.  આવા અનેક હશે જે નવ દિવસ રમ્યા બાદ પણ સિંગલ હશે, જે આવતા વર્ષે નવરાત્રિની રાહ જુએ છે. જો કે બાદ વિવાદ થતાં તેમણે તેમના નિવેદનને લઇને સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અત્યારે 21મી સદી પ્રમાણે મા બાપ જ એમ કે છે કે, સારી છોકરી હોય તો કે જે, મેળ પડાવી દઈશુ,મારો ભાવ હતો એ કલિયર હતો કયાય કોઈ ગંદકી હતી નહી, આજ  સંસ્કૃતિને સાથે લઈ ચાલવાની બહુ સરળ છે.



જો કે ગરબામાં પ્રપોઝની ઘટનાને  લઇને, જ્યોતિર્નાથ મહારાજ,ઋષિભારતી બાપુ,ગૌરાંગશરણ દેવાચાર્ય, અખિલેશ્વર દાસ, મહામંડલેશ્વર પણ આ ઘટનાને વખોડી છે.                                                                                                        


આ પણ વાંચો


રાજ્યમાં હાર્ટથી વધુ એક યુવતીએ ગુમાવી જિંદગી, 18 વર્ષિય જિજ્ઞાનું ઊંઘમાં જ હૃદય થઇ ગયું બંધ


આણંદના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહના ઘરેથી દારૂ ઝડપાયા બાદ પદ પરથી હકાલપટ્ટી


Death: હાર્ટ એટેકથી વધુ એક મોત, જામનગરનો 37 વર્ષીય યુવાન છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યો


Flyover Bridge: અમદાવાદમાં 75 કરોડના ખર્ચે બનનારા વધુ એક ફ્લાયઓવર બ્રિજને મંજૂરી, આ ચાર એપ્રૉચને જોડશે