ISKCON bridge Accident: બુધવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી કારે એક સાથે 10 લોકોને કચડી નાખ્યા. અકસ્માત કરનાર તથ્ય પટેલનો લાપરવાહીથી કાર ચલાવતો એક વીડિયો વાયરલ થયો છે.

અમદાવાદમાં બેફામ કાર ચલાવી નવના જીવ લેનાર મુદ્દે એક નવો ખુલાસો પણ થયો છે. તથ્યના તરકટોનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. તથ્ય પટેલ  ઓવર સ્પીડથી કાર ચલાવી કરતબ કરતો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે.  આ વીડિયોમાં તે સ્ટિરિંગ પર હાથ લગાવ્યા વિના બેફામ રોડ પર કાર ચલાવતો જોવા મળે છે. આ વીડિયો પરથી સાબિત થાય છે કે તથ્યને કોઇની પરવાહ નથી તે તેમની મોજમસ્તી માટે રોડ પણ આવા કરતબ કરીને લોકોના જીવ જોખમમાં મૂકવા ટેવાયેલો છે. તથ્ય સ્ટિયરિંગને ટચ કર્યાં વિના કાર ચલાવતો હોય તેવી એક વીડિયો સામે આવ્યો છે.   

                           

શું છે સમગ્ર ઘટના

અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રીજ પર ડમ્પર અને કારનો એક અકસ્માત સર્જાયો હતો. જેને જોવા માટે અને મદદ માટે 100 વધુ લોકો બ્રીજ પર એકઠા થઇ ગયા હતા. આ દરમિયાન પાછળથી પૂરવાર ઝડપે એક વાર આવી અને ટોળાને કચડતી ગઇ. આ અકસ્માતમાં 7 યુવક અને 1 હોમગાર્ડ અને 2 પોલીસકર્મી સહિત 10 લોકોના મોત થયા છે. કાર ચલાવનાર પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથ્ય પટેલ હતો. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. આજે આ બંનેને કોર્ટમાં રજૂ કરાશે. આ ઘટનાને લઇને લોકોમાં ખૂબ રોષ છે. 

આ પણ વાંચો                 

India vs West Indies 2nd Test 1st Day: રોહિત-યશસ્વી બાદ કોહલીનું શાનદાર પ્રદર્શન, ભારતે પ્રથમ દિવસે બનાવ્યા 288 રન

England vs Australia 4th Test Day 2: બીજા દિવસે ઇગ્લેન્ડની 'બેઝબોલ સ્ટાઇલમાં' બેટિંગ, જેક ક્રાઉલીના આક્રમક 189 રન

Video: NCAમાં ટ્રેનિંગ દરમિયાન નવા અવતારમાં જોવા મળ્યો રિષભ પંત, આ વીડિયોએ મચાવી ધૂમ

Aadhar-Property Link: શું તમારી બધી મિલકતો આધાર સાથે લિંક થશે? જાણો આ બાબતે શું છે લેટેસ્ટ અપડેટ!

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial