Delhi Excise policy Case: જ્યારે પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓ દિલ્હી લિકર કૌભાંડ અંગે કોઈ પગલાં લે છે, કે.કે. કવિતાનું નામ  ચર્ચાયા વિના નથી રહેતું .


તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી અને BRS MLC કે. કવિતા છેલ્લા એક વર્ષથી ચર્ચામાં છે. તેનું કારણ તેનું નામ દિલ્હી લિકર કૌભાંડ સાથે સંકળાયેલા સાઉથ ગ્રુપ સાથે જોડાયેલું છે. આ જ કારણ છે કે ઓગસ્ટ 2022માં સીબીઆઈએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં એફઆઈઆર નોંધી ત્યારથી તે લાઈમલાઈટમાં છે. જ્યારે પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓ દિલ્હી લિકર કૌભાંડ અંગે કોઈ પગલાં લે છે, કે.કે. કવિતાનું નામ ચર્ચામાં રહે છે.  ખાસ કરીને સાઉથ ગ્રૂપના કારણે તેનું નામ દારૂના કૌભાંડમાં વારંવાર ઉછળી રહ્યું છે. EDએ આ કેસમાં શનિવારે કેસીઆરની પુત્રી કે. કવિતા ની પૂછપરછ શરૂ કરી છે.


વાસ્તવમાં, દિલ્હી દારૂ કૌભાંડના તાર સાઉથ ગ્રૂપ સાથે જોડાયેલા છે. EDની ચાર્જશીટ અને સિસોદિયાની રિમાન્ડ અરજીમાં કે. કવિતાનો ઉલ્લેખ છે. હૈદરાબાદના એક બિઝનેસમેનની ધરપકડ બાદ આ વાત સામે આવી છે.  EDનો દાવો છે કે કવિતાનો સહયોગી અરુણ રામચંદ્રન પિલ્લઈ છે. આ મામલામાં પિલ્લઈની ધરપકડ થઈ ચૂકી છે. કથિત રીતે પિલ્લઈએ જ AAPને સાઉથ ગ્રૂપમાંથી 100 કરોડ મેળવ્યા હતા. EDની પૂછપરછમાં અરુણ પિલ્લઈએ સ્વીકાર્યું છે કે, તે કવિતાનો પ્રતિનિધિ છે. હાલમાં બિઝનેસમેન પિલ્લઈ 12 માર્ચ સુધી EDના રિમાન્ડ પર છે.


 'સાઉથ ગ્રુપ' સાથે  કે. કવિતાનો શું છે સંબંધ


દક્ષિણ ભારતના કેટલાક પ્રભાવશાળી નેતાઓ અને દારૂના ધંધાર્થીઓનું જૂથ 'સાઉથ ગ્રૂપ'નું નામ છે. EDના દાવા મુજબ, આ દક્ષિણ જૂથે દિલ્હીના એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં AAPને કથિત રીતે 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. આંધ્ર પ્રદેશના YSRCP સાંસદ મગુન્તા શ્રીનિવાસુલુ રેડ્ડી અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.કે. ચંદ્રશેખર રાવની પુત્રી કલવકુંતલા કવિતા અગ્રણી સભ્ય છે. આ જ કારણ છે કે જ્યારથી દિલ્હી દારૂનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારથી કે.કે. કવિતા ચર્ચામાં  છે અને EDએ તેને આ મુદ્દે પૂછપરછ માટે બોલાવી છે.  કે. કવિતા તેલંગાણાના સીએમ કેસીઆર અને બીઆરએસના એમએલસીની પુત્રી છે. વર્ષ 2014માં તે નિઝામાબાદથી સાંસદ તરીકે ચૂંટાઈ આવી હતી. 2019માં તે લોકસભા ચૂંટણી હારી ગયા હતા.