Palestine Second Nakba:ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં શુક્રવાર (13 ઓક્ટોબર) એક મહત્વપૂર્ણ દિવસ રહ્યો હતો. ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં રહેતા પેલેસ્ટાઈનીઓને ગાઝાના ઉત્તરીય ભાગને છોડીને દક્ષિણ તરફ જવા કહ્યું. ગાઝાની વસ્તી 2.3 મિલિયન છે, જેમાંથી 1 મિલિયનથી વધુ લોકો ઉત્તરી ગાઝામાં રહે છે. જોકે, ઈઝરાયેલના બોમ્બમારાથી ડરીને ઉત્તર ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયનોએ યુધ્ધના ધોરણે આ જગ્યા ખાલી કરીને દક્ષિણ તરફ જવાનું શરૂ કરી દીધું હતું.
શુક્રવારથી દક્ષિણ ગાઝા તરફ પેલેસ્ટિનિયનોની કૂચ ચાલી રહી છે. કેટલાક લોકોએ આ ઘટનાને બીજી 'નકબા' કહેવાનું શરૂ કર્યું છે. આ લોકોમાં પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસ પણ સામેલ છે. ગાઝાના ઉત્તરીય ભાગમાં જમીની કાર્યવાહી કરવા ઉપરાંત ઈઝરાયેલી સેનાએ બોમ્બમારો પણ કર્યો છે. આવી સ્થિતિમાં, ચાલો આજે જાણીએ કે નકબા શું છે, પહેલીવાર ક્યારે બન્યું અને પેલેસ્ટાઈન-ઈઝરાયેલના ઈતિહાસમાં નક્બાનું શું મહત્વ છે
નક્બા શું છે?
વિશ્વભરના પેલેસ્ટિનિયનો માટે, 15 મે એ ઇતિહાસના અંધકારમય અધ્યાયની યાદ અપાવે છે. આ દિવસને નકબા કહેવામાં આવે છે. અરબી ભાષામાં તેનો અર્થ 'વિનાશ' થાય છે. વાસ્તવમાં, જ્યારે 14 મે, 1948ના રોજ ઈઝરાયેલની રચના થઈ હતી, ત્યારે બીજા દિવસે 7.5 લાખ પેલેસ્ટિનિયનો બેઘર થઈ ગયા હતા. ઈઝરાયેલની સેનાની કાર્યવાહીથી હતાશ થઈને પેલેસ્ટાઈનીઓ પોતાના ઘર છોડીને ભાગી ગયા હતા. કેટલાક લોકો ખાલી હાથે ગયા હતા અને કેટલાક તેમના ઘરોને તાળા મારીને ગયા હતા.
પેલેસ્ટિનિયનો તેમના ઘરની ચાવીઓ સુરક્ષિત રાખે છે અને દર વર્ષે 15 મેના રોજ, તેઓ તેને પ્રતીક તરીકે વિશ્વને બતાવે છે. 'નકબા દિવસ'ની શરૂઆત પેલેસ્ટાઈનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યાસર અરાફાતે 1998માં નક્બાને યાદ કરવા માટે કરી હતી. ત્યારથી, વિશ્વભરના પેલેસ્ટિનિયનો દર વર્ષે તેની ઉજવણી કરે છે. જે વર્ષે અરાફાતે નકબા દિવસની જાહેરાત કરી, ઇઝરાયેલ તેની રચનાની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું હતું.
નાકબાનું પેલેસ્ટાઈન સાથે ક્નેકશન
વાસ્તવમાં, પ્રથમ વિશ્વ યુદ્ધ પછી, બ્રિટને 'બાલ્ફોર ડિક્લેશન ' દ્વારા યહૂદીઓને વચન આપ્યું હતું કે તે પેલેસ્ટાઇનનું વિભાજન કરશે અને તેમને એક નવો દેશ આપશે. આનાથી પેલેસ્ટિનિયન લોકો રોષે ભરાયા હતા. 20મી સદીમાં, યહૂદીઓ પહેલેથી જ યુરોપમાં થઈ રહેલા અત્યાચારોથી ભાગીને પેલેસ્ટાઈન પહોંચી રહ્યા હતા. અત્યાચારોથી પરેશાન, યહૂદીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કે તેમને અલગ દેશ મળવો જોઈએ. યુરોપથી આવતા યહૂદીઓ પણ જેરુસલેમ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થાયી થવા લાગ્યા.
યહૂદીઓના આગમન સાથે, પેલેસ્ટિનિયનો સાથે તેમનો સંઘર્ષ પણ શરૂ થયો. યહૂદીઓએ કહ્યું કે તેમનું પવિત્ર મંદિર 'ધ હોલી ઓફ હોલીઝ' એક સમયે અહીં અસ્તિત્વમાં હતું. આના આધારે તેઓ પેલેસ્ટાઈનને પોતાની માતૃભૂમિ કહેવા લાગ્યા. જેરુસલેમમાં હાજર 'વૉલ ઑફ ધ માઉન્ટ' એ જ મંદિરનો એક ભાગ હોવાનું કહેવાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી પેલેસ્ટાઈનથી આવતા યહૂદીઓની સંખ્યા વધુ વધવા લાગી.
પેલેસ્ટિનિયન હિજરત
1945 સુધીમાં, જ્યારે પેલેસ્ટિનિયન આરબો અને યહૂદીઓ વચ્ચે સંઘર્ષ વધ્યો, ત્યારે બ્રિટને આ મામલો સંયુક્ત રાષ્ટ્રને સોંપ્યો. યુનાઈટેડ નેશન્સે નિર્ણય લીધો કે, પેલેસ્ટાઈનને બે દેશોમાં વિભાજિત કરવામાં આવે. યહૂદીઓ આનાથી ખુશ હતા, પરંતુ પેલેસ્ટિનિયનોમાં નારાજગી હતી. યુએનએ કહ્યું કે જેરુસલેમ પર તેનું નિયંત્રણ રહેશે. 1948ના શરૂઆતના દિવસોમાં યહૂદીઓએ પેલેસ્ટાઈનના ઘણા ગામો કબજે કર્યા. ત્યારપછી 14મી મે 1948ના રોજ ઈઝરાયેલ નામના નવા દેશની રચના થઈ.
ઇઝરાયેલની રચના સાથે, તેની સેનાએ પેલેસ્ટિનિયન વિદ્રોહને કચડી નાખવાનું શરૂ કર્યું. હવે દુનિયામાં એક નવો દેશ બની ગયો હતો અને તેના કારણે ઈઝરાયેલના ભાગમાં રહેતા પેલેસ્ટિનિયનોએ બીજા દિવસે 15 મેથી પોતાના ઘર છોડવાનું શરૂ કર્યું હતું. એવું કહેવાય છે કે ભાગલા પછી 7.5 લાખ પેલેસ્ટિનિયનોએ પોતાનું ઘર છોડી દીધું. કેટલાક લોકોને આશા હતી કે જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે તે પરત ફરશે, પરંતુ એવું થયું નહીં. આને પ્રથમ નાકબા કહેવામાં આવે છે.